11 યા લોક તે થેસ્સાલોનિક શેહેરા યહૂદીયાહાથી વદારે હારાં આતા, એને ચ્યાહાય હાચ્ચે મોનાકોય વચન વોનાય લેદેલ, એને રોજ દિને પવિત્રશાસ્ત્રામાય હોદતા રિયા કા યો વાતો એહકોયજ હેત્યો કા નાંય.
બિજા લોક હારી જમીની હારકા હેય, પોરમેહેરા વચન વોનાઈન હોમજેહે, એને ફળબી દેહે; કાદા હોવ ગોણા દેય, કાદા હાંઈટ ગોણા, એને કાદા તીહી ગોણા દેય.”
ચ્યાહાય બરાબર તીંજ લોખ્યાં જીં આમહાન ચ્યા લોકહાકોય આખલા ગીઅલાં આતા, જ્યાહાય ઈસુ સેવા સુરુવાતપાઅને પોતે નોજરેકોય એઅયા એને પાછે પોરમેહેરા વચન આખનારા સેવાક બોની ગીયા.
આમહાન બોદા દિહા ખાઅના દે, જીં ચ્યા દિહા હાટી જોજહે.
આબ્રાહામાય ચ્યાલ આખ્યાં, ‘ચ્યાહાન ચેતાવણી દાંહાટી મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડી હેય, તો ચ્યાહામાઅને વોનાયને ચ્યા પાલન કોએ.’
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
બાકી જીં માઅહું હાચ્ચાયેવોય ચાલહે, તી ઉજવાડા પાય યેહે, કા ચ્યા કામહા ખોબાર પોડે જ્યેં પોરમેહેરા ઇચ્છાકોય કોઅલે હેય.”
પવિત્રશાસ્ત્રા અભ્યાસ કોઅતાહા, કાહાકા તુમા એહેકેન બોરહો કોઅતાહા કા ચ્યામાય તુમહાન અનંતજીવન મિળી, એને તીંજ પવિત્રશાસ્ત્ર મા બારામાય સાક્ષી દેહે.
તોવે માયે તારાત તોપાય માઅહે દોવાડયે, એને તુયે હારાં કોઅયા કા યેનો, આમી આમા બોદે ઈહીં પોરમેહેરા હામ્મે હેજે, કા જીં કાય પોરમેહેરે તુલ આખ્યાહા ચ્યાલ આખ.”
એને પ્રેષિતાહાય એને વિસ્વાસ્યાહાય જ્યેં યહૂદીયા વિસ્તારમાય આતેં વોનાયે, કા ગેર યહૂદી લોકહાયબી પોરમેહેરા વચન માની લેદલા હેય.
પાછે પાઉલ એને સિલાસ અમ્પિપુલીસ શેહેર એને અપ્પુલોનિયા શેહેરમાઅને થેસ્સાલોનિકા શેહેરામાય યેના, જાં યહૂદીયાહા યોક સોબાયે ઠિકાણ આતા.
જીં કાય પિત્તરે આખ્યાં, જ્યાહાય ચ્યાવોય બોરહો કોઅયો ચ્યાહાય બાપતિસ્મા લેદા, એને ચ્યેજ દિહી બોરહો કોઅનારા ટોળામાય લગભગ તીન ઓજાર માઅહે જોડાય ગીયે.
તુમહાય આમહે એને પ્રભુવા અનુસરણ કોઅયા તુમહાવોય બોજ મુશ્કેલી આતી તેરુંબી તુમહાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેલ આનંદથી ગ્રહણ કોઅયો, જો પવિત્ર આત્માકોય દેનલો હેય.
યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.
તો બોદે ખારાબ કામે કોઅરી એને લોકહાન દોગો દેઅરી જ્યેં પોરમેહેરાકોય નાશ કોઅલે જાય. કાહાકા ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો નાંય કોઅયોહો, જો ચ્યાહાન બોચાવી હોકે.
યાહાટી બોદી મલીનતા એને વેર-ભાવ વોદના દુર કોઇન, ચ્ચા પોરમેહેરા વચનાલ નમ્રતાકોય માની લે, જીં તુમહે રુદયામાય વોઅલા ગીયા એને જીં તુમહે જીવા તારણ કોઅય હોકહે.
જ્યેં રીતે યોક નોવો જન્મો લેદલા પોહા પોતાની આયહે દુદ પિયાં ઇચ્છા રાખહે, તેહેકેનુજ તુમાબી પોરમેહેરા વચન હિકના ઇચ્છા રાખા એટલે તુમા લોક આત્મિક રુપામાય મજબુત બોની હોકે. તોવે પોરમેહેર તુમહાન એને યા દુનિયાથી બોચાવી.