32 એને ચ્યાહાય ચ્યાલ એને ચ્યા બોદા ગોઅને લોકહાન પ્રભુ વચન વોનાડયા.
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા આખા દુનિયામાય જાં, એને બોદી જાત્યે લોકહાન હારી ખોબાર જાહેર કોઆ.
ચ્યાહાય આખ્યાં, “પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઓ, તોવે તું એને તો ગોર્યાહા તારણ ઓઅરી.”
એને રાતી ચ્યેજ ગેડી ચ્યે ચ્યાહાન ગોઓ લેય જાયને ચ્યાહા જ્યા ઘાવ આતા ચ્યા દોવ્યા, એને ચ્યાય પોતાના બોદા ગોર્યાહા હાતે તારાત બાપતિસ્મા લેદા.
આંય બોદા ગાવહાં એને શેહેરામાઅને બોદી જાતી અભણ અથવા બણલા લોકહાન હારી ખોબાર આખાહાટી કર્જદાર હેતાંવ.
કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે.
માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.
તુમહેહાટી આમહે કળવળા એને બોજ પ્રેમા લીદે તુમહાન પોરમેહેરા હારી ખોબાર દાં ઓલહાંજ નાંય બાકી આમહે જીવ બી દાં આતા.