27 એને દ્વારપાળ જાગી ઉઠયો, એને જેલે દરવાજા ખુલ્લાં દેખીન હોમજ્યો કા જેલ્યા નાહી ગીયા, તોવે ચ્યાય પોતે તારવાય લેઈને પોતાનાલ માઆઇ ટાકના વિચાર્યા.
તોવે તો ચ્યા સીક્કાહાન દેવાળા બાઆમાય ટાકી દેયન જાતો રિયો, એને પાછે બાઆ જાયને ચ્યે પોતે ફાસી લાવી લેદી.
જોવે હેરોદ રાજાય પિત્તરાલ હોદી કાડના આગના કોઅયી, બાકી તો નાંય મિળ્યો, તોવે ચ્યેય જાગલ્યાહાન સાવાલ પુછા એને જોવે ચ્યા જાવાબ નાંય દી હોક્યા તોવે ચ્યાહાન માઆઇ ટાકના સજા કોઅયી. ચ્યા પાછે હેરોદ રાજા યહૂદીયા વિસ્તાર છોડીન કૈસરીયા શેહેરામાય જાયને કોલહોક સમયાહાટી તાં રા લાગ્યો.
બાકી પાઉલે ઉચા આવાજા કોય બોંબલીન આખ્યાં, “પોતે પોતાલ કાય નુકસાન નાંય કોઅના, કાહાકા આમા બોદા ઈહીંજ હેજે.”
દ્વારપાળે યો વાતો પાઉલાલ આખી દેખાડયો, “ન્યાય કોઅનારા ઓદિકાર્યાહાય તુમહાન છોડી દેયના આગના દોવાડી દેનલી હેય, યાહાટી આમી નિંગીન શાંતિથી જાતા રા.”