21 એને ઓહડયો રીત્યો આખી રીયહે, જ્યાહાલ ગ્રહણ કોઅના કા માનના આમા રોમી નાગરીકાહા હાટી ઠીક નાંય હેય.”
તોવે પોરૂષી લોક ઈ એઇન ઈસુલ આખ્યાં, “એએ, તો શિષ્ય જીં કામ આરામા દિહી કોઅઇ રીઅલા હેય, તીં આમે નિયમા વિરુદ હેય, તુયે ચ્યાહાન એહેકેન નાંય કોઅરાહાટી આખા જોજે.”
તાઅને આમા ફિલિપ્પી શેહેરામાય પોઅચ્યા, જીં મોકોદુનિયા વિસ્તાર માઅને શેહેર, એને રોમ્યાહા વોહતી હેય, એને આમા ચ્યા શેહેરામાય કોલહાક દિહીહુદુ રિયા.
એને ચ્યાહાન ન્યાય કોઅનારા ઓદિકાર્યાહા પાય લી જાયને આખ્યાં, “યે માઅહે જ્યેં યહૂદી હેય, આમહે શેહેરામાય બોજ ગરબડ કોઅઇ રીયહે.
વિશેષ કોઇન યાહાટી કા તું યહૂદીયાહા બોદા રીતી રીવાજ એને ચર્ચાયો જાંઅતોહો યાહાટી આંય વિનાંતી કોઅતાહાંવ દિયાન દેયને મા વોનાય લે.