32 એને યહૂદા એને સિલાસ જ્યા પોતેબી ભવિષ્યવક્તા આતા, ચ્યાહાય બોજ વાતહેકોય વિસ્વાસ્યાહાલ ઉપદેશ દેયન સ્થિર કોઅયા.
યાહાટી મા આખલ્યા વોનાયા, આંય તુમહાપાય ભવિષ્યવક્તા, બુદ્યેવાળા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુલ દોવાડુહુ, એને તુમા ચ્યાહામાઅને કોલાહાલ યોક માઆઇ ટાકહા, એને કોલહાક હુળીખાંબાવોય ચોડવાહા, એને કોલહાક તુમહે સોબાયે ઠિકાણે ચોપકાહા માર ઠોકહા, એને કોલહાક યોકા ગાવામાઅને બિજા ગાવામાય તાંગાડતા ફીરહા.
યાહાટી પોરમેહેરે આખ્યાં, આંય ચ્યાહાપાય ભવિષ્યવક્તા એને પ્રેષિત દોવાડીહી, એને ચ્યાહામાઅને કોલહાખાનહાન માઆઇ ટાકી એને કોલહાખાનહાન સતાવણી કોઅરી.
તો તાં પોઅચીન, એને પોરમેહેરા સદા મોયા એઇન ખુશ જાયો, એને બોદહાન આખ્યાં કા તનમન લાવીન પ્રભુમાંય બોની રા.
ચ્યા દિહીહામાય કોલહાક વિસ્વાસી ભવિષ્યવક્તા આતા, ચ્યા યેરૂસાલેમ શેહેરામાઅને અન્તાકિયા શેહેરામાય યેના.
અન્તાકિયા શેહેરા મંડળીમાય કોલહાક ભવિષ્યવક્તા એને શિક્ષક આતા, બારનાબાસ, સિમોન જ્યા બિજા નાંવ નીગર આતા, કુરેન શેહેરા લુકીયુસ, હેરોદ રાજા બાહા મનાહેમ એને શાઉલ.
એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.
કોલહાક યહૂદી બોરહો કોઅનારા યહૂદીયા વિસ્તારામાઅને અન્તાકિયા શેહેરામાય યેના એને વિસ્વાસ્યાહાલ હિકાડાં લાગ્યા કા: “જોવે મૂસા રીતીકોય તુમહે સુન્નત નાંય ઓએ તે તુમા બોચી નાંય હોકહા.”
તોવે યેરૂસાલેમ શેહેરામાય પ્રેષિત એને વડીલાહાય બોદી મંડળીઆરે આપહે માઅને કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા, ચ્યાહાય યહૂદા, જો બારનાબાસ આખવામાય યેહે, એને સિલાસાલ નિવડયા, યા બેની વિસ્વાસ્યાહામાય બોજ માનાપાના આતા. ચ્યાહાન પાઉલ એને બારનાબાસાઆરે અન્તાકિયા શેહેરમાય દોવાડી દેના.
યાહાટી આમા તુમહાન ઈ આખાહાટી યહૂદા એને સિલાસાલ દોવાડી રીઅલા હેય કા આમહાય તુમહે સાવાલા બારામાય કાય નિર્ણય લેદલો હેય.
પાછે મંડળી લોકહાય ચ્યાહાલ વાટેહાટી પોયહા એને ખાઅના દેયને દોવાડી દેના, એને ચ્યા ફીનીકે એને સમરૂન વિસ્તારામાઅને ગીયા, એને તાઅને વિસ્વાસ્યાહા આરે વાત કોઅયી કા, ગેર યહૂદી લોક કેહેકેન હારી ખોબાર વોનાયને ખ્રિસ્તાવોય બોરહો કોઅય રીઅલા હેય, ઈ આખીન ચ્યાહાય બોદા વિસ્વાસી બાહહાલ બોજ આનંદિત કોઅયા.
એને ચ્યે તી પત્ર વાચીન ચ્યા ઉપદેશા વાતહેકોય બોજ આનંદિત જાયે.
એને મંડળ્યેહે વિસ્વાસ્યાહાલ મજબુત કોઅતા, સિરીયા એને કિલિકિયા વિસ્તારામાઅને રોયન ગીયા.
પાછા કોલહાક દિહી અન્તાકિયા શેહેરામાય રોયન તાઅને જાતો રિયો, એને આજુ યોક્યેકાનીને ગલાતીયા ભાગામાય એને ફ્રુગીયા વિસ્તારા બોદા શિષ્યાહાન મજબુત કોઅતો ફિર્યો.
પિત્તરે આજુ બોજ વાતો પાછી-પાછી આખીન ચ્યાહાન વિનાંતી કોઅયી કા તુમા પોતે યા આડી પેડયે થી બોચી જાં.
ચ્ચા બોદા વિસ્તારામાઅને ઓઇન એને શિષ્યાહાન બોજ ઈંમાત દેયન તો યુનાન વિસ્તારમાય યેનો.
એને જોવે ચ્યા સદા મોયા ઇસાબે જીં આપહાન પોરમેહેરાય દેનહા, આપહાન આલાગ-આલાગ વરદાન મિળ્યહા, તોવે જ્યાલ ભવિષ્યવાણી કોઅના વરદાન મિળ્યહા, તે તો પોરમેહેરાવોય ચ્યા બોરહા ઇસાબે ભવિષ્યવાણી કોએ.
જો બીજહાન ઉપદેશ કોઅના દાન મિળ્યહા, તો ચ્યાય બિજા વિસ્વાસી લોકહાન ઉત્તેજન કોઅનામાય લાગી રોય, જો બિજા લોકહા ગોરાજ પુરી કોઅના દાન મિળ્યહા, તે ઉદારતાકોય મોદાત કોએ, જ્યાલ આગેવાની કોઅના દાન મિળ્યહા, તે ગંભીર રીતે આગેવાની કોએ, જ્યાલ દયા કોઅના દાન મિળ્યહા, તે તો આનંદકોય દયા કોએ.
પોરમેહેર તુમહાન છેલ્લે લોગુ બોરહામાય મજબુત બી કોઅરી, કા તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યેઅના સમયમાય દોષ વગર ઠોરા.
પોરમેહેરા વચન આખનારા બેન કા તીન જાં વચન આખે, એને બીજે ચ્યાલ વોનાયને પારખે કા કાય ઈ પવિત્રશાસ્ત્રાનુસાર બરાબર હેય કા નાંય.
બાકી જીં માઅહું પોરમેહેરા વચન આખહે, તે તી માઅહું બીજહાન લોકહા બોરહો મજબુત કોઅરા મોદાત કોઅહે, એને પ્રોત્સાહાન કોઅના એને દિલાસા વાતો આખહે.
પોરમેહેરા વચનાલ આખનારા વક્તાલ પોતાના વરદાનાલ તાબામાંય કોઅરા જોજે.
યે ગુપ્ત યોજના બારામાય પેલ્લી પીડી લોકહાન નાંય આખલા ગીઅલા આતા, બાકી આમી પવિત્ર આત્માય ચ્યા પવિત્ર પ્રેષિત એને ભવિષ્યવક્તાહાલ ચ્યા સંદેશા ખુલાસો કોઅલો હેય.
તુમહાન ખોબાર હેય કા જેહેકેન આબહો પાહહાન હોમજાડેહે, તેહેકેન આમહાયબી તુમા બોદહાલ હિકાડતા, દિલાસો દેતા એને હોમજાડતા આતા.
એને આમહાય તિમોથી જો ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅનામાય આમહે હાંગાત્યો બાહા, એને પોરમેહેરા સેવક હેય, ચ્યાલ તુમહાપાય દોવાડયો, કા તો તુમહાન બોરહા બારામાય મજબુત કોએ ને ઉત્તેજન દેય.
ઓ વિસ્વાસી બાહાહાય, તુમા આમહેપાઅને ઈ શિક્ષણ મિળવી ચુકલા હેય, કા કેહેકેન જીવા જોજે એને પોરમેહેરાલ ખુશ કોઅરા જોજે, એને તુમા એહેકેન જીવતાહા બી, સેલ્લે, આમા પ્રભુ ઈસુમાય તુમહાન ઈ વિનાંતી કોઅતા એને હોમજાડતાહા કા તુમા યા બારામાય વોદતે જાં.
ઓ વિસ્વાસી બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે, કા જ્યેં આળહયે હેય ચ્યાહાન ચેતાવણી દા, જ્યેં બીખર્યે હેય ચ્યાહાન ઈંમાત દા, જ્યેં નોબળે હેય ચ્યાહાન મોદાત કોઆ, એને બોદહાઆરે ધીરજથી રા.
ભવિષ્યવાણ્યેહે નાકાર મા કોઅહા.
ઓહડા લોકહાન ચ્યા ઓદિકારાકોય જો પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહાન દેનલો હેય, આમા ઈ આગના દેજહે એને હોમજાડજેહે, કા ધ્યાન દેયને શાંતીકોય મેઅનાત કોએ, એને પોતાની કામાણી માઅને ખાયન જીવે.
આંય કાલાવાલા કોઅતાહાંવ કા બોદહા કોઅતા મહત્વા વાત ઈ હેય, કા વિનાંતી, પ્રાર્થના, મધ્યસ્તી એને ધન્યવાદ બોદા માઅહાહાટી કોઅલા જાં જોજે.
તું પોરમેહેરા વચના પ્રચાર કોઓ, હારી પરિસ્થીતીમાયબી, એને ખારાબ પરિસ્થીતીમાયબી તિયાર રો, પુરી સહનશીલતા કોય લોકહાય કાય બુલ કોઅયીહી તી દેખાડ, એને ચ્યાહાન ચ્યાહા પાપ કોઅના લીદે દોમકાડ, બાકી ચ્યાહાન પ્રોસ્તાહિત કોઓ.
કોલ્યોહોક ઓહડયો વાતો હેય જ્યો આંય તાઅને વડીલાહાન આખા કોઅતાહાંવ, કાહાકા આંયબી તુમહે હારકો યોક આગેવાન હેતાંવ. માયે પોતે ચ્યા દુઃખહાલ દેખ્યાહા, જીં બોજ પેલ્લા ખ્રિસ્તાય વેઠયાં. જોવે તો પાછો ફિરી યેઅરી, તોવે આંયબી ચ્યા મહિમામાય ભાગીદાર ઓઅહીં.
પોરમેહેર જો પુરીરીતેથી સદા મોયાકોય બોઆલો હેય, ચ્યાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે તુમહે એકતા લીદે ચ્યા અનંત મહિમાયેમાય ભાગીદાર બોનાહાટી તુમહાન હાદ્યાહા. તુમહે વાયજ વાઆ લોગુ દુઃખ વેઠયાં પાછે પોતેજ તુમહાન સિદ્ધ એને મજબુત એને બળવાન કોઅરી.
માયે ઈ વાયહાના પત્ર સિલવાનુસા મોદાતકોય લોખ્યાં એને તુમહાન દોવાડયાહા. આંય ચ્યાલ ખ્રિસ્તામાય બોરહાવાળો બાહા રુપામાય માનતાહુ. મા યાલ લોખના મોતલાબ તુમહાન ઈંમાત દેઅના એને ખાત્રી કોઆડના હેય કા જો કાયબી તુમા અનુભવ કોઅય રીયહા, તો આસલીમાય તુમહેહાટી પોરમેહેરા સદા મોયા ભાગ હેય, યે મોયામાય ટિકિ રા.