25 યાહાટી આમહાય યોક મોનાકોય હાચ્ચાં હોમજ્યા, એને આમાહાય કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા એને ચ્યાહાન બારનાબાસ એને પાઉલા આરે તુમહેપાય દોવાડજે.
હાં, ઓ આબા, કાહાકા તુલ ઈંજ ગોમ્યા.
યાહાટી ઓ માનનીય થીયોફિલુસ માયે બી યે ઘટનાહા બારામાય દિયાન દેયન અભ્યાસ કોઅયો એને માન ઈ હારાં ગોમ્યા કા આંય તોહાટી યો ઘટના સુરુવાતપાઅને લેયને ક્રમવારી લોખું.
ચ્યા બોદા એને તાં ચ્યાહાઆરે કોલ્યોહોક બીજ્યોબી થેઅયો આત્યો જ્યેહેય ઈસુલ મોદાત કોઅલી આતી એને ઈસુવા આયહો મરિયમ એને ચ્યે બાહાહા આરે યોકચીત્ત ઓઇન પ્રાર્થનામાય લાગી રોત.
જોવે પાઉલ એને બારનાબાસ ચ્યાહાઆરે બોજ મતભેદ એને કોલહાક બોલા-બોલી ઓઅયા તોવે ઈ નિશ્ચય કોઅયા કા પાઉલ એને બારનાબાસ, અન્તાકિયા કોલહાક લોકહાઆરે યેરૂસાલેમ શેહેરામાય જાય એને યા સવાલાવોય પ્રેષિત એને વડીલાહાઆરે ચર્ચા કોઅરી.
તોવે યેરૂસાલેમ શેહેરામાય પ્રેષિત એને વડીલાહાય બોદી મંડળીઆરે આપહે માઅને કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા, ચ્યાહાય યહૂદા, જો બારનાબાસ આખવામાય યેહે, એને સિલાસાલ નિવડયા, યા બેની વિસ્વાસ્યાહામાય બોજ માનાપાના આતા. ચ્યાહાન પાઉલ એને બારનાબાસાઆરે અન્તાકિયા શેહેરમાય દોવાડી દેના.
એને પાઉલ એને બારનાબાસ અન્તાકિયામાય રોય ગીયા, એને આજુ બિજા બોજ લોકહાઆરે પ્રભુ ઈસુ વચના સંદેશ દેતા એને હારી ખોબાર આખતા રિયા.
તોવે પ્રેષિત એને વડીલ યે વાતહેબારામાય વિચાર કોઅરાહાટી યોકઠા જાયા.
જોવે યહૂદી લોકહા પચાસમા દિહા સણ યેનો, તોવે ચ્યા બોદા યોક જાગે યોકઠા જાયલા આતા.
એને ચ્યે દિનેરોજ યોક મોનાકોય દેવાળામાય બેગે ઓએત એને ગોઅહે-ગોઅહે પ્રભુભોજમાય ભાગી ઓએ એને ઉદાર મોનાકોય આનંદાકોય ચ્યે ઈળી-મિળીન ખાઅના ખાતે આતેં.
ત્રુફેનાબેન એને ત્રુફોસાબેન જ્યેય પ્રભુમાંય બોજ મેઅનાત કોઅયાહાં, ચ્યેહેન સલામ. પ્રિય બેનપિરસીસ, જ્યેય પ્રભુમાંય બોજ મેઅનાત કોઅયાહાં, સલામ.
ઓ વિસ્વાસી બાહાબોઅયેહેય, આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવામાય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમહે વોચમાય ફુટ નાંય પોડે બાકી યોક-બિજા આરે મેળમિલાપ રાખીન એકતામાય રા.
જ્યા મંડળી આગેવાન ગોણલા જાતા આતા, એટલે યાકૂબ, કેફા એને યોહાન ચ્યાહાય સદા મોયા વરદાન જાંઅયા જીં માન મિળલા હેય, ચ્યાહાય માન એને બારનાબાસાલ ચ્યાહા હાંગાત્યા હોમજીન આમહે આરે આથ મિળાવ્યો, એને યે વાતમાય સહમત જાયા કા આમા ગેર યહૂદી લોકહાન હારી ખોબાર આખા જાજે એને ચ્યા સુન્નત કોઅલા લોકહાન આખે.
પ્રભુમાંય આમહે પ્રિય વિસ્વાસી બાહા એને વિશ્વાસયોગ્ય સેવક તુખિકુસ તુમહાન મા કાય દશા હેય એને આંય કેહેકેન રોતહાવ ચ્યા બારામાય બોદી વાત આખી દેખાડી.
પ્રિય વિસ્વાસી બાહા એને બોરહાવાળા સેવક તુખિકુસ, પ્રભુમાંય જો મા હાંગાત્યો સેવક હેય, મા બારામાય બોદ્યો વાતો તુમહાન આખી દેઅરી.
એને ચ્યાઆરે ઉનેસિમુસાલ બી દોવાડજેહે, જો વિશ્વાસયોગ્ય એને પ્રિય વિસ્વાસી બાહા એને તુમહે ગાવામાઅને હેય, ચ્યા તુમહાન આમહે બારામાય બોદ્યો વાતો આખી.
તું ચ્યાલ કેવળ તો ગુલામુજ નાંય હોમાજતો, તો યોક ગુલામા કોઅતો મોઠો હેય, આમી તો યોક આર્યો વિસ્વાસી હેય જ્યાવોય તું પ્રેમ કોઇ હોકતોહો, આંય ચ્યાલ બોજ પ્રેમ કોઅતાહાંવ, બાકી તુલ ચ્યાલ બેની રુપામાય આજુબી વોદારી પ્રેમ કોઅરા જોજે, એટલે તો ગુલામા રુપામાય એને યાહાટી તો ખ્રિસ્તામાય યોક વિસ્વાસી બાહા હેય.
આપહે પ્રભુ ધીરજેલ યોક મોકા રુપામાય એઆ, જીં તો તુમહાન યેનારા ન્યાયથી બોચાંહાટી દેય રિયહો. ઈ પાઉલે બી, જો આમહે પ્રિય આર્યો હેય, તુમહાન યોક પત્રામાય ચ્યા જ્ઞાના ઉપયોગ કોઅતા લોખલાં આતાં, જીં પોરમેહેરાય ચ્યાલ દેના.