24 આમા વોનાયાહા, કા આમહામાને કોલહાક લોક તુમહેપાય યેનલા હેય, એને ચ્યાહાય તુમાહાલ ચ્યાહા વાતહેકોય ગાબરાવી દેના, એને તુમહે મન ઉલટાવી દેનહે બાકી આમહાય ચ્યાહાલ આગના નાંય દેનલી આતી.
કોલહાક યહૂદી બોરહો કોઅનારા યહૂદીયા વિસ્તારામાઅને અન્તાકિયા શેહેરામાય યેના એને વિસ્વાસ્યાહાલ હિકાડાં લાગ્યા કા: “જોવે મૂસા રીતીકોય તુમહે સુન્નત નાંય ઓએ તે તુમા બોચી નાંય હોકહા.”
કેવળ યોકુજ હારી ખોબાર હેય, બાકી કોલહાક લોક ખ્રિસ્તા બારામાય હારી ખોબારેલ બોગાડા માગતાહા એને તુમહાન ભરમાવા માગતાહા.
બાકી આંય પોરમેહેરાવોય બોરહો કોઅતાહાંવ કા તુમા બિજા લોકહા જુઠયો વાતો નાંય માનહા બાકી આંય જીં આખહુ તી માનહા, બાકી જ્યેં તુમહાન ભરમાવતેહે ચ્યે કુંબી રોય પોરમેહેર ચ્યાહાન સજા દેઅરી.
જ્યે તુમહાન જુઠા શિક્ષણ દેયને ભરમાવતેહે, ચ્યે પોતે નપુસક બોની જાતે તે બોજ હારાં ઓઅતા.
જો તુમા મૂસા નિયમ પાળીન ન્યાયી બોના માગતેહે, તે તુમા ખ્રિસ્તાપાઅને જુદા પોડી ગીયા, એને ચ્યા સદા મોયા ઇહને આલાગ ઓઅય ગીયા જ્યેકોય પોરમેહેર તુમહાન વાચાડેહે.
યો બોદ્યો વાતો વિસ્વાસ્યાહાન ગેડી-ગેડી હિકાડ, પોરમેહેરાલ સાક્ષીદાર હોમજીન ઈ ચેતાવણી દાહાંવ, કા ચ્યા શબ્દાહા મોતલબા બારામાય બોલાબોલી નાંય કોએ, જ્યાથી કાયજ ફાયદો નાંય ઓએ, ઉલટાં ચ્યા વિસ્વાસી લોકહા બોરહાલ નુકસાન કોઅહે જ્યેં યાલ વોનાતેહે.
ચ્યા લોક જ્યા ખ્રિસ્તા વિરુદી હેય આપહાન છોડીન જાતા રીયહા, બાકી ચ્યા આપહે માઅને નાંય આતા, કાહાકા જો ચ્યા આપહે માઅને રોતા, તે ચ્યા આપહે આરે રોતા, બાકી ચ્યા જાતા રિયા. યાકોય ઈ માલુમ ઓઈ ગીયા કા ચ્યા બોદા આપહે માઅને નાંય હેય.