8 લુસ્ત્રા શેહેરમાય યોક માઅહું આતા, જો પાગા પાંગળ્યો આતો, તો જન્માથીજ લેંગડયો આતો, એને કોવેજ નાંય ચાલલો આતો.
બિમાર માઅહાય ઈસુલ જાવાબ દેનો “ઓ માલિક, માયેપાંય કાદા માઅહું નાંય હેય કા જોવે પાઆય આલવી દેહે તોવે માન કુંડામાય ઉતાડે, આંય ઉતાં કોશિશ કોઅતાહાંવ બાકી મા કોઅતો બિજો પેલ્લો ઉતી પોડહે.
એને પાઉલ એને બારનાબાસ ચ્યા શેહેરા લોકહાન હારી ખોબાર આખીન, બોજ શિષ્ય બોનાડીન, ફિરી યેતા સમયે ચ્યા લુસ્ત્રા શેહેરામાય ગીયા પાછે ચ્યા ઈકુનિયુમ શેહેરામાય ગીયા, એને પાછે ચ્યા પિસીદિયા વિસ્તારા અન્તાકિયા શેહેરામાય ગીયા.
તોવે ચ્યા ઈ વાત જાંઆય ગીયા, એને લુકાઉનિયા વિસ્તારા લુસ્ત્રા એને દિરબે શેહેરામાય, એને ચ્યા આહે-પાહે ભાગામાય નાહી ગીયા.
પાછા પાઉલ એને સિલાસ દિરબે એને લુસ્ત્રા શેહેરામાયબી ગીયા, એને ચ્યા તિમોથી નાંવા યોક શિષ્ય આતો, ચ્યા આયહો યહૂદી વિસ્વાસી આતી, બાકી ચ્યા આબહો ગેર યહૂદી યુનાન દેશા રોનારો આતો.
ઓલહામાય લોક યોકા જન્મા પાઅને લેંગડા આતા ચ્યા માઅહાલ લેઈને યેત, ચ્યાલ દિનેરોજ દેવાળા બાઅણા પાય જ્યાલ સુંદાર નાંવા બાઅણા આખતેહે, ચ્યાપાય બોહાડી જાત, કા તો દેવાળે જાનારાહા પાયને બિખ માગે.
“ઓ લોકહા આગેવાનાહાય એને વડીલાહાય, આમહાય યોકા નોબળા માઅહા ભલા કોઅલા હેય, એને આજે યા બારામાય આમહે પૂછપારસ ઓઈ રીયહી કા યા કેહેકેન બોચાવ જાયો.
તું જાંઅતોહો કા અન્તાકિયા એને ઈકુનિયા એને લુસ્ત્રા યા શેહેરાહામાય લોકહાય માન બોજ હિક દેનો, યાહાટી માયે બોજ પીડા બોગવી, તેરુંબી પ્રભુય માન બોદા દુઃખહામાઅને માન બોચાવી લેદો.