18 હાકાળેહે જેલે રાખવાળી કોઅનારા સીપાડા બોજ ગાબરાઈ ગીયા કા પિત્તર કેછ ગીયો?
તોવે ચ્યાય ચ્યાહાન આથા કોઇન ઈશારો કોઇન ઠાવકાજ રા આખ્યાં, એને ચ્યાહાન આખ્યાં કા પ્રભુ કેહેકેન ચ્યાલ જેલેમાઅને છોડવી લેય યેનો, પાછી આખ્યાં, “યાકૂબ એને બિજા બાહહાન ઈ વાત આખી દેજા” તોવે નિંગીન બીજે જાગે જાતો રિયો.
જોવે હેરોદ રાજાય પિત્તરાલ હોદી કાડના આગના કોઅયી, બાકી તો નાંય મિળ્યો, તોવે ચ્યેય જાગલ્યાહાન સાવાલ પુછા એને જોવે ચ્યા જાવાબ નાંય દી હોક્યા તોવે ચ્યાહાન માઆઇ ટાકના સજા કોઅયી. ચ્યા પાછે હેરોદ રાજા યહૂદીયા વિસ્તાર છોડીન કૈસરીયા શેહેરામાય જાયને કોલહોક સમયાહાટી તાં રા લાગ્યો.
એને દ્વારપાળ જાગી ઉઠયો, એને જેલે દરવાજા ખુલ્લાં દેખીન હોમજ્યો કા જેલ્યા નાહી ગીયા, તોવે ચ્યાય પોતે તારવાય લેઈને પોતાનાલ માઆઇ ટાકના વિચાર્યા.
ચ્યે સમાયે તાં પ્રભુવા વાટે બારામાય બોજ મોઠી ચળવળ જાયી.