15 ચ્યાહાય ચ્યેલ આખ્યાં, “તું ગાંડવાઈ ગીયહી” બાકી ચ્યેય ખાત્રીકોય આખ્યાં કા ઓ પિત્તર હેય, તોવે ચ્યાહાય આખ્યાં, “ચ્યા હોરગા દૂત ઓઅરી.”
“હાચવીન રા, કા યા વાહાનાહા માઅને કાદાલ નોકામ્યા મા ગોણતા, કાહાકા તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, હોરગામાય ચ્યા હોરગા દૂત મા આબહા આરે કાયામ રોતહા.
બાકી જોવે મરિયમે શિષ્યહાન આખ્યાં, “ઈસુ જીવતો હેય, એને માયે આમી ચ્યાલ દેખ્યો” પાછે શિષ્યહાય વિચાર કોઅયો ઈ હાચ્ચાં નાંય ઓઅઇ હોકે.
પાછે, ઈસુ અગ્યાર શિષ્યહાન બી દેખાયો, જોવે ચ્યા ખાં બોઠલા આતા. ઈસુ ચ્યાહાન ખિજવાયો કાહાકા ચ્યા લોકહા સાક્ષ્યે વોય બોરહો નાંય થોવના લેદે બોજ જિદ્દી બોની ગીઅલા, જ્યાહાય ચ્યાલ પાછી જીવી ઉઠનામાઅને દેખલો આતો.
આસરે યોક કોલાક પાછે યોક બીજે ખાત્રી કોઇન આખ્યાં, “હાચ્ચાં એલો ચ્યાઆરે આતો, એલો હોગો ગાલીલ ભાગા માઅહું હેય.”
બાકી ચ્યાહા વાતો કાહાની જેહેકેન લાગી, એને ચ્યાહાય ચ્યાહાવોય બોરહો નાંય કોઅયો.
બાકી પિત્તર બાઆવા ખોકડાવતોજ રિયો, તોવે ચ્યાહાય બાઉં ઉગાડયા એને ચ્યાલ દેખીન બોજ નોવાય પામી ગીયા.
જોવે પાઉલ યે રીતેથી જાવાબ દેય રિઅલો આતો, “તે ફેસ્તુસાય મોઠે આવાજથી આખ્યાં, ઓ પાઉલ, તું ગાંડો હેય, બોજ શિક્ષાણે તુલ ગાંડવાડી દેનહો.”