7 એને ઓ આવાજબી વોનાયો, “ઓ પિત્તર, ઉઠ એને માઆઇન ખો.”
જોવે માયે ચ્ચાવોય દિયાન કોઅયા, તે દોરતી વોયને ચાર પાગાવાળે જોનાવરે એને જંગલી જોનાવરે, એને હોઅપલીન ચાલનારેં જંતુ એને આકાશામાય ઉડનારે ચિડેં દેખ્યે.
માયે આખ્યાં, નાંય પ્રભુ, નાંય, કાહાકા કોઅહીજ અપવિત્ર એને અશુદ્ધ વસ્તુ માયે નાંય ખાદહી.
કાહાકા પોરમેહેરે જીં કાય બોનાડ્યા, તી બોદા હારાં હેય, એને બોદા ખાઅના પોરમેહેર સ્વીકાર કોઅહે, બાકી પોરમેહેરાલ ધન્યવાદ દેયને ખાં જોજે.