6 જોવે માયે ચ્ચાવોય દિયાન કોઅયા, તે દોરતી વોયને ચાર પાગાવાળે જોનાવરે એને જંગલી જોનાવરે, એને હોઅપલીન ચાલનારેં જંતુ એને આકાશામાય ઉડનારે ચિડેં દેખ્યે.
તોવે ઈસુય પાછા બિજ્યે વોખાત ચ્યા ડોળાહા ઉપે આથ થોવ્યો, તોવે ચ્યે ડોળા ઉગાડયા એને તો પુરીરીતે કોઅઇ હારો ઓઅઇ ગીયો, એને તો બોદા ચોખ્ખાં એઇ રીયલો આતો.
તોવે ચ્ચાય ચોપડી બંદ કોઇન સેવકા આથામાય દેય દેની, એને બોહોય ગીયો એને સોબાયે ઠિકાણામાય બોદા ચ્યાએછે એક દીઠ એઅઇ રીઅલા આતા.
જ્યામાય દોરત્યેવોઅને બોદયે જાત્યે ચાર પાગાવાળે જોનાવારે એને દોરત્યેવોઅને બુકા થી હોપાલનારે જોનાવારે એને આકાશામાય ઉડનારે ચિડેં આતેં. જ્યાહા બારામાય મૂસા નિયમશાસ્ત્રામાય આખ્યાં કા ચ્યે અશુદ્ધ એને અપવિત્ર હેય, એને યહૂદી લોકહાન ખાંહાટી મોનાઈ હેય.
આંય યાફા શેહેરામાય પ્રાર્થના કોઇ રિઅલો આતો, તોવે દર્શન દેખ્યાકા યોક મોઠા ચારસા હારકી વસ્તુ ચારી ખૂણહાથી આકાશામાઅને નિચે ઉતાડલી જાય રીયલી આતી.
એને ઓ આવાજબી વોનાયો, “ઓ પિત્તર, ઉઠ એને માઆઇન ખો.”
પિત્તર એને યોહાને ચ્યાલ દિયાન દેયને એઅયા એને પિત્તરે આખ્યાં, “આમહે એછે એએ.”