28 ચ્યાહામાઅને અગાબુસ નાંવા યોક ભવિષ્યવક્તાય ઉબો રોયન પવિત્ર આત્મા અગુવાઈકોય ઈ આખ્યાં, કા બોદા દુનિયામાય મોઠો દુકાળ પોડી, એને તો દુકાળ સમ્રાટ ક્લોદિયુસ સમયે પોડયો.
એને પોરમેહેરા રાજ્યા ઈ હારી ખોબાર બોદા દુનિયામાય પોઅચાડવામાય યી, કા બોદી જાત્યે લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઆ મોકો મીળે, તોવે દુનિયા છેવાટ ઓઅરી.”
યોક જાતી લોક ગેર યહૂદી લોકહાવોય હમલો કોઅરી એને યોક દેશા લોક બિજા દેશા લોકહા વિરુદ લોડી, બોદેજ દોરતીકંપ ઓઅરી.
ચ્યા દિહયા માય કૈસર ઓગુસ્તુસાય આગના દેની કા રોમી સામ્રાજ્યા રોનારા બોદા લોકહા નાવનોંદણી કોઅલી જાય.
રોમી કૈસર તીબીરીયુસ રાજ્યા પંદરમાં વોરહામાય, જોવે પંતય પિલાત યહૂદીયા વિસ્તારા રાજા આતો, હેરોદ રાજા ગાલીલ ભાગા રાજા આતો, તોવે ચ્યા બાહા ફિલિપ, ઈતૂરેયા એને ત્રખોનીતિસ વિસ્તારા રાજા આતો, એને લિસાનિયાસ, અબીલેને વિસ્તારા રાજા આતો.
એને તાં અકુલાસ નાંવા યોક યહૂદી મિળ્યો, જ્યા જન્મો પુન્તુસ વિસ્તારામાય ઓઅયેલ, તો ચ્યા થેએ પ્રિસ્કીલા આરે ઇટલી વિસ્તારામાઅને આમહીજ યેનલો આતો, કાહાકા સમ્રાટ ક્લોદિયુસ બોદા યહૂદીયાહાલ દંગો કોઅવાથી રોમમાઅને કાડી દેનેલ, યા લીદે ચ્યા કરિંથ શેહેરામાય યેના.
જોવે આમા તાં બોજ દિહી રોય ચુક્યા, તાં અગાબુસ નાંવા યોક ભવિષ્યવક્તા યહૂદીયા વિસ્તારામાઅને યેનો.