44 પિત્તર યો વાતો આખી રિઅલો આતો કા વચન વોનાનારાહાવોય પવિત્ર આત્મા ઉતી યેના.
“આમહે રોકા પોરમેહેરા પાઅને પવિત્ર આત્મા પામ્યાહા તે આમી કાદોબી યાહાન પાઆયાકોય બાપતિસ્મા લાંહાટી રોકી હોકહે કા તો બાપતિસ્મા નાંય લેય, જ્યાહાય આમહે રોકા પવિત્ર આત્મા પોરમેહેરાપાઅને મેળવ્યાહાં?”
જોવે માયે બોલના શુરવાત કોઅયી, તે પવિત્ર આત્મા ચ્યાહાવોય ચ્યે રીતે ઉત્યા, જ્યેં રીતે પોચાસમાં દિહા દિહી આમહેવોય ઉતલાં.
એને મન પારાખનારા પોરમેહેરાય ચ્યાહાનબી આમે હારકા પવિત્ર આત્મા દેયને ચ્યેય દેખાડયાં કા ચ્યાય ગેર યહૂદી લોકહાન પોતાના લોકહા હારકા માની લેદા.
એને જોવે પાઉલે ચ્યાહાવોય આથ થોવ્યા, તોવે ચ્યાહાન પવિત્ર આત્મા મિળ્યાં, એને ચ્યા આલાગ-આલાગ ભાષા બોલા એને ભવિષ્યવાણી કોઅરા લાગ્યા.
જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.