37 તુમા ચ્યો મહાન ઘટના જાંઅતાહા, જીં યોહાન બાપતિસ્મા દેનારા બાપતિસ્મા પ્રચાર પાછે ગાલીલ ભાગાથી શુરવાત ઓઇન બોદા યહૂદીયા વિસ્તારમાય ફેલાય ગીયો.
જોવે હેરોદ રાજા યહૂદીયાવોય રાજ કોઅતો આતો, તોવે ઈસુવા જન્મો યહૂદા ભાગા બેથલેહેમ ગાવામાય જાયો, તોવે દિહી ઉદતા એહેરે માગી લોક યેઇન યેરૂસાલેમ શેહેરમાય પુછા લાગ્યા.
જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના.
બાકી ચ્યા ચ્યાહા ફિરાદી આજુ જોરમાય આખતા લાગ્યા, ઈહીં બોદા યહૂદીયા વિસ્તારમાય લોકહાન પોતાના હિકાડનાથી ભડકાવેહે, “એને બોદા ગાલીલ ભાગામાઅને સુરુ કોઇન ઈહીં લોગુ તો યેય ગીયહો.”
એને પવિત્ર આત્મા સામર્થ્યાકોય બોઆયને ઈસુ પાછો ગાલીલ ભાગામાય ફિરી યેનો, એને આહીપાહીને બોદાજ શેહેરામાય ઈસુ બારામાય વાત ફેલાઈ ગીયી.
તુમા ચ્યા સંદેશાલ જાંઅતેહે, પોરમેહેરાય આમહાન એટલે ઈસરાયેલી લોકહાન દોવાડયો, ચ્યાય શાંતી બારામાય હારી ખોબાર આખી, જીં લોકહાન ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅવાથી મિળી હોકહે, તો બોદહા પોરમેહેર હેય.
પોરમેહેરે કેહેકેન નાજરેત ગાવા ઈસુલ પવિત્ર આત્માકોય એને સામર્થ્યાકોય અભિષેક કોઅયો, તો હારેં કામે કોઅતો એને ચ્યા બોદા લોકહાન જ્યા સૈતાનાકોય પીડાલા આતા, ચ્યાહાન હારાં કોઅતો ફિર્યો, કાહાકા પોરમેહેર ચ્યાઆરે આતો.
“ઓ ઈસરાયેલ લોકહાય, યો વાતો વોનાયા, નાજરેત ગાવામાઅને ઈસુ યોક ઓહડો માઅહું આતો, ચ્યા ચમત્કારા કામ એને નોવાયે કામ એને ચિન્હા કોય ચ્યાલ પોરમેહેરાય તુમહે હોમ્મે સાબિત કોઅલો આતો, તુમા પોતે ઈ જાંઅતાહા કા ઈ હાચ્ચાં હેય.”
રાજાબી જ્યા હામ્મે આંય બિઅયા વોગાર બોલી રિયહો, યો વાતો જાંઅતોહો, એને માન બોરહો હેય, યે વાતેહેમાઅને કાદી ચ્ચાથી દોબલી નાંય, કાહાકા તી ઘટના દોબીન નાંય ઓઅઇ.
બાકી તો વિચાર કાય હેય? તી આમા તોથી વોનાયા માગતાહા, કાહાકા આમા જાંઅતાહા કા બોદા જાગામાય યા બારામાય વિરુદમાય વાતો કોઅતેહે.”