33 તોવે માયે તારાત તોપાય માઅહે દોવાડયે, એને તુયે હારાં કોઅયા કા યેનો, આમી આમા બોદે ઈહીં પોરમેહેરા હામ્મે હેજે, કા જીં કાય પોરમેહેરે તુલ આખ્યાહા ચ્યાલ આખ.”
જો કાદો પોતાલ પાહાહા હારકો નમ્ર કોઅરી, તોજ હોરગા રાજ્યમાય મોઠો ઓઅરી.
બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી, એને જ્યેં આમી પાછલા હેય, ચ્યે પેલ્લે ઓઅરી.
આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, જ્યેં માઅહે પાહાહા હારકા પોરમેહેરાલ નાંય હોઅપે, ચ્યે પોરમેહેરા રાજ્યામાય ચ્યા માઅહે નાંય બોની.”
યાહાટી યાફા શેહેરમાય માઅહે દોવાડીન સિમોનાલ જ્યાલ પિત્તર આખાયેહે, ચ્યાલ હાદિલે, તો દોરિયા મેરાવોય સિમોન જો, ચામડાહા ધંદો કોઅનારા ગોઅમે રોય રિઅલો હેય, જોવે તો યેઅરી, તોવે તો તુમહાન પોરમેહેરાઇહીને યોક સંદેશ આખી.
તોવે પિત્તરે બોલના સુરુ કોઅયા, “આમી માન ખાત્રી જાયી, કા પોરમેહેર કાદાજ પક્ષપાત નાંય કોએ.
યાહાટી તુમા જાંઆ, કા પોરમેહેરા ઈ તારણા કાહાની ગેર યહૂદીયાહા પાય દોવાડલી ગીયહી, એને ચ્યે માની લી.
કાદોબી પોતાનાલ દોગો નાંય દેય, જો તુમહેમાઅને જો કાદોબી યા દુનિયા નોજરેમાય પોતે જ્ઞાની હોમજે, તે તો દુનિયા લોકહામાય મૂર્ખ બોને, યાહાટી કા તો પોરમેહેરા નોજરેમાય જ્ઞાની બોની જાય.
તોવે મા બિમારી લીદે તુમહાન બોજ આબદા પોડી, તેરુંબી તુમહાય મા હારેરીતે હાંબાળ લેદી, એને માન દોવાડી નાંય દેનો, બાકી જેહેકેન પોરમેહેરા હોરગા દૂતાલ કા પોતે ઈસુ ખ્રિસ્તાલ આવકાર કોઅતેહે તેહેકેન મા બોજ હારેકોય આવકાર કોઅયો.
યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.
ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, ઈ વાત તુમા જાંઆય લા, હર યોક માઅહું વોનાયા હાટી તેજ એને બોલવામાય ઘીર એને ગુસ્સામાય દિમો ઓએ.
યાહાટી બોદી મલીનતા એને વેર-ભાવ વોદના દુર કોઇન, ચ્ચા પોરમેહેરા વચનાલ નમ્રતાકોય માની લે, જીં તુમહે રુદયામાય વોઅલા ગીયા એને જીં તુમહે જીવા તારણ કોઅય હોકહે.