20 ઉઠીન નિચે જો, ભલે ચ્યે ગેર યહૂદી હેય ચ્યાહાઆરે શંકા કોઅયા વોગાર જો, કાહાકા માયેંજ ચ્યાહાન દોવાડલા હેય.”
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા આખા દુનિયામાય જાં, એને બોદી જાત્યે લોકહાન હારી ખોબાર જાહેર કોઆ.
તોવે પિત્તરાય નિચે ઉતીન ચ્યા માઅહાલ આખ્યાં, “એઆ, જ્યા હોદ તુમા કોઇ રીયહા, તો આંયજ હેતાંવ, તુમહે યેઅના કાય કારણ હેય?”
તોવે પવિત્ર આત્માય માન ચ્યાહાઆરે શંકા કોઅયા વોગાર જાં આખ્યાં, એને યા છ બાહા બી મા આરે કૈસરીયા શેહેરામાય આરે યેના, એને આમા કરનેલીયુસા ગોઓ ગીયા.
બારનાબાસ એને શાઉલ પવિત્ર આત્માકોય દોવાડલા અન્તાકિયા શેહેરાઇહીને સીલૂકીયા શેહેર લોગુ ગીયા, એને તાઅને ચ્યા સાઇપ્રસ બેટા સલમીસ શેહેરામાય જાંહાટી જાહાજાકોય ગીયા.
પાછે પ્રભુ યોક હોરગા દૂતાય યેયન ફિલિપાલ આખ્યાં, “ઉઠ એને દક્ષીણ એછે ચ્યે વાટેવોય જો, જીં વાટ યેરૂસાલેમ શેહેરાઇહીને ગાજા શેહેરા એછે જાહે” ઈ રેઅટાવાળી વાટ હેય.
બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.
તોવે હનાન્યા ચ્યે ગોઅમે ગીયો, જાં શાઉલ આતો, એને ચ્યા ઉપે આથ થોવિન આખ્યાં, “ઓ બાહા શાઉલ, પ્રભુ ઈસુ, જો ચ્યે વાટેમાય, જ્યેવોઅને તું યેનો તુલ દેખાયો, ચ્યેય માન દોવાડલો હેય, કા તું પાછો એઇ હોકે એને પવિત્ર આત્માકોય બાઆય જાય.”
બાકી તુમા માગતાહા તે બોરહો રાખીન માગના એને કાય શંકા નાંય કોઅના, કાહાકા જો શંકા કોઅહે તો દોરિયા લાફા હારકો હેય જીં વારે કોય વોવહે એને ઉસળેહે.