26 તોવે ચ્યાહાય ચ્યાહા બારામાય ચીઠયો ટાક્યો, એને મત્તીયા નાંવા ચિઠ્ઠી નિંગી, તોવે તો ચ્યા ઓગ્યાર પ્રેષિતાહા આરે ગોણાય ગીયો.
જોવે ચ્યા બાર પ્રેષિત જ્યાહાન ઈસુવે દોવાડલા આતા ચ્યા ફિરી યેના એને યેયન ચોમખી યોકઠા જાયા, એને ચ્યાહાય જીં કાય કોઅયા એને હિકાડયાં તીં બોદા ચ્યાલ આખી દેખાડયાં.
તોવે ચ્યાહાય બેન માઅહાલ ઉબા રાખ્યા, યોક યુસુફ જો બર-સબ્બા આખાયેહે, જ્યા ઉપનાંવ યુસ્તસ હેય, બિજો મત્તીયાહ.
એને ચ્યાય કનાન દેશા હાંત જાતહયેન નાશ કોયન ચ્યાહા જમીન ચ્યા લોકહા ઓદિકારામાય દેય દેની. યે બોદયે પ્રક્રીયામાય લગભગ ચારસો પોચહા વોરહે લાગ્યેં.
તોવે પિત્તર ચ્યા અગ્યાર પ્રેષિતાહા આરે ઉબો રિયો એને મોઠેરે બોંબલીન આખા લાગ્યો, ઓ યહૂદીયા વિસ્તારા બાહાહાય, એને ઓ યેરૂસાલેમ શેહેરમાય રોનારા બોદા લોકહાય, ઈ જાઈલા, એને દિયાન દિન મા વાત વોનાય લા.
એને શેહેરા કોટ બાર મોઠા-મોઠા દોગાડાવોય બોનાવલો આતો, એને યોકાયોક દોગાડાવોય ગેટા બાર પ્રેષિતાહા માઅને યોકા-યોકા નાંવે લોખલે આતેં.