23 તોવે ચ્યાહાય બેન માઅહાલ ઉબા રાખ્યા, યોક યુસુફ જો બર-સબ્બા આખાયેહે, જ્યા ઉપનાંવ યુસ્તસ હેય, બિજો મત્તીયાહ.
તોવે ચ્યાહાય ચ્યાહા બારામાય ચીઠયો ટાક્યો, એને મત્તીયા નાંવા ચિઠ્ઠી નિંગી, તોવે તો ચ્યા ઓગ્યાર પ્રેષિતાહા આરે ગોણાય ગીયો.
તોવે યેરૂસાલેમ શેહેરામાય પ્રેષિત એને વડીલાહાય બોદી મંડળીઆરે આપહે માઅને કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા, ચ્યાહાય યહૂદા, જો બારનાબાસ આખવામાય યેહે, એને સિલાસાલ નિવડયા, યા બેની વિસ્વાસ્યાહામાય બોજ માનાપાના આતા. ચ્યાહાન પાઉલ એને બારનાબાસાઆરે અન્તાકિયા શેહેરમાય દોવાડી દેના.