14 પોરમેહેરે તુમહાન ચ્યે હારી ખોબારેકોય બોચાડા હાટી હાદલા હેય, જીં આમહાય તુમહે વોચમાય પ્રચાર કોઅયા, જેથી તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમામાય ભાગીદાર ઓઅય હોકે.
ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”
એને તી મહિમા જીં તુયે માન દેનલી હેય, તી માયે ચ્યાહાન દેનહી, યાહાટી કા ચ્યા તેહેકેન યોક ઓઈ જાય, જેહેકેન આપા હેજે.
ઓ આબા, મા ઇચ્છા હેય કા જ્યાહાન તુયે માન દેનહા, જાં આંય રોઉં, તાં ચ્યાબી મા આરે રોય, કા ચ્યા મા તી મહિમા એએ જીં તુયે માન દેનહી, કાહાકા દુનિયા બોનાવા પેલ્લા તુયે માયેવોય પ્રેમ કોઅયા.
ચ્યા પોરમેહેરા સ્તુતિ ઓઅય, તુમાહાલ જીં હારી ખોબાર આંય પ્રચાર કોઅતાહાંવ, એટલે ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશા પ્રચાર ઇસાબે બોરહો મજબુત કોઅય હોકે, ચ્યા ભેદા ઉજવાડા ઇસાબે જીં સનાતન કોય ગુપ્ત રિયો.
જ્યેં દિહી પોરમેહેર ન્યાય કોઅરી તો દિહી આંય જીં હારી ખોબારે પ્રચાર કોઅહુ ચ્યાનુસાર ઈસુ ખ્રિસ્તાકોય માઅહા ગુપ્ત વિચારાહા ન્યાય કોઅરી.
એને જો પોરમેહેરા પોહેં હેય, તે વારીસ બી હેય, બાકી પોરમેહેરા વારીસ એને ખ્રિસ્તાઆરે વારીસ હેય, એને જો આપા ખ્રિસ્તાઆરે દુ:ખ ઉઠાવજેહે, તોવે ચ્યાઆરે મહિમા બી ભાગી બોનહું.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પવિત્ર આત્મા હાચ્ચાં હોમજાંહાટી મોદાત કોઅરી, તુમા જાંઆય લેય કા પોરમેહેરાય તુમહાન નિવાડલા આતા તોવે જીં આશા તુમહાન દેનલી આતી, તી આશા એને બોરકાતથી કોલહી મહાન એને મહિમામય હેય, જ્યા વાયદો પોરમેહેરાય આપહે પવિત્ર લોકહાઆરે કોઅલો હેય.
કાહાકા આમહાય તુમહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ખાલી બોલના કોયજ નાંય આખી, બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય એને પુરી ખાત્રીકોય તુમહાન આખી, તુમા જાંઅતેહે કા આમા તુમહે હારાહાટી તુમહે વોચમાય કેહેકેન રિયા.
કા તુમા ઓહડા જીવન જીવા જ્યાથી પોરમેહેર ખુશ ઓએ, જો તુમહાન પોતાના રાજ્યામાય એને મહિમામાય હાદહે.
જોવે આપા ચ્યાહાટી દુઃખ સહન કોઅતેહે, તે ચ્યાઆરે રાજા હારકા રાજ્યબી કોઅહુ. જોવે આપા ચ્યાલ નાકાર કોઅજેહે, તે તોબી આપહાન નાકાર કોઅરી.
પોરમેહેર જો પુરીરીતેથી સદા મોયાકોય બોઆલો હેય, ચ્યાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે તુમહે એકતા લીદે ચ્યા અનંત મહિમાયેમાય ભાગીદાર બોનાહાટી તુમહાન હાદ્યાહા. તુમહે વાયજ વાઆ લોગુ દુઃખ વેઠયાં પાછે પોતેજ તુમહાન સિદ્ધ એને મજબુત એને બળવાન કોઅરી.
આમહે પોરમેહેરાલ જાઅના લીદે ચ્યે આમહાન તી સામર્થ દેનહા જીં ચ્યાપાય હેય, યાહાટી આમહેપાય તી બોદા હેય, જ્યા આમહાન યોક આત્મિક જીવન જીવના જરુરી હેય. ચ્યે પોતાના સિદ્ધ એને મહિમામય સ્વભાવા લીદે આમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા.
તાં નાંય તે દિહા એને નાંય ચાંદા ઉજવાડા ગોરાજ હેય, કાહાકા ચ્યા શેહેરામાય પોરમેહેરા ગેટા ચોમાકે લીદે ઉજવાડો હેય, એને પોતે ગેટા ચ્યા દિવો હેય.
જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.