8 પોરમેહેર બોદાજ પ્રકારા બોરકાત તુમહાન જરુરતથી વોદારે દેય, જ્યેથી બોદીજ વાતમાય એને બોદ્યેજ વેળે, તુમહાન કોઅહીજ વાતની કમી નાંય રોય, બાકી હર યોક હારાં કામાહાટી તુમા દેય હોકહા.
યાફા શેહેરામાય તબીથા નાંવા યોક વિસ્વાસી બાય આતી, યુનાની ભાષામાય ચ્યે નાંવ દરકાસ હેય, તબીથા એને દરકાસ યા બેની નાંવહા મતલબ “હરણી હેય”, તી બોજ હારેં-હારેં કામે એને મોદાત કોઅતી આતી.
યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.
આંય યાહાટી આખતાહાવ, કાહાકા તુમા સાબિતી હોદતાહા, કા જો માયેથી વાત કોઅહે, બોલહે તો ખ્રિસ્ત હેય, જોવે તુમહાલ હુદરાવેહે તે તો તુમહેહાટી નોબળો નાંય, બાકી તુમહેમાય સામર્થી હેય.
એને ઓલાહાંજ નાંય, બાકી તો મંડળ્યે વિસ્વાસ્યાહાથી ઠોરાવલોબી ગીયો, કા યા દાનાં કામાહાટી આમહે આરે જાય એને આમા ઈ સેવા પ્રભુ મહિમા એને ઈ દેખાડાહાટી કોઅજેહે, કા આમા યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહા મોદાત કોઅરાહાટી આમા ઉત્સુક હેજે.
જોવે ચ્યાહા બોજ બોદી મુશ્કીલીયહેથી પરીક્ષણ જાયા, તે ચ્યે બોજ ખુશ આતેં, ચ્યે બોજ ગોરીબ આતેં બાકી ચ્યાહાય બિજા વિસ્વાસ્યાહા મોદાત કોઅરાહાટી બોજ ઉદારતાથી પોયહા દેના.
બાકી જેહેકેન બોદયે વાતમાય એટલે બોરહો, વચન, જ્ઞાન એને બોદીજ જાત્યે યત્નમાય, એને ચ્યા પ્રેમામાય જો આમહાવોય રાખતાહા, વોદતા જાતહા, તેહેકેનુજ ગરીબ વિસ્વાસ્યાહાલ દાન દેયના કામાંમાયબી વોદતા જાં.
યે રીતે તુમા બોદ્યેજ જાત્યે મિલકાતથી ભરપુરી ઓઇન ઉદારતા દેખાડાં સમર્થ ઓઅહા, એને જોવે આમા જરુર પોડતા લોકહાન, તુમહે દાન દાહું, તે ચ્યા લોક પોરમેહેરાલ ધન્યવાદ દેઅરી.
પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.
પોરમેહેરા શક્તિકોય જો આપહામાય કામ કોઅય રિયહો, આપહે માગના એને કલ્પના કોઅના કોઅતા બોજ વોદારી પોરમેહેર કોઅય હોકહે.
ઈ નાંય કા જીં માંયેમાય કોમી હેય, ચ્ચાહાટી આખતાહાવ, કાહાકા માયે બોદી પરિસ્થીતીમાય ખુશ રોઅના હિકી લેદલા હેય.
યાહાટી તુમા એહેકેન જીવન જીવા જેહેકેન પ્રભુ લોકહાન જીવા જોજે, એને તુમા બોદી રીતેકોય પ્રભુલ પ્રસન્ન કોઆ. એને તુમા કાયામ બોદે રીતેકોય હારેં કામે કોઆ, એને કાયામ પોરમેહેરાબારામાય વોદારી એને વોદારી જાંઅતે જાં.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા તો તુમહાન ઈંમાત દેય, એને જીં હારાં હેય ચ્યાલ સાદા કોઅરા એને આખાહાટી મજબુત કોએ.
યાહાટી જોવે વિસ્વાસી માઅહું બોદા ખારાબ કામ કોઅના બંદ કોએ તોવે ચ્યા જીવન પવિત્ર ઓઅરી, એને તો કિમતી વાહણા હારકો બોની જો ખાસ કામહાહાટી વાપારતેહે, એને ચ્યાલ ચ્યા દોણી વાપર કોઅરી, એને તી બોદા હારા કામહાહાટી તિયાર રોય.
જેથી પોરમેહેરા લોક બોદા હારાં કામ કોઅરાહાટી પાક્કા બોને એને તિયારી ઓઅઇ જાય.
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
આપહે વિસ્વાસી લોકહાન હિકાડ, કા હારાં કામ કોઅરાહાટી હિકે તે તી હારાં હેય, જેથી ખાસ જરુરી હેય ચ્યાહાન મોદાત કોઅય હોકે, જેથી યોકબિજાલ ઉપયોગી ઓઅય હોકે.
ઈ વાત હાચ્ચી હેય, આંય એહેકેન ઇચ્છા કોઅતાહાંવ કા તું યે વાતહેલ વોદારે જોર દેયને હિકાડ, યાહાટી કા જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅલો હેય, ચ્ચે બોદે હારાં કામ કોઅતે રોય યો વાતો બોદહાહાટી હાર્યો એને ફાયદા હેય.
જ્યાલ જીં વરદાન પોરમેહેરા પાયને મિળલા હેય, તો ચ્યા વરદાનાલ પોરમેહેરા હારા ચાકારા રુપામાય બીજહા મોદાત કોઅરાહાટી ઉપયોગ કોએ.