10 પોઅનારાલ બિયારો એને ખાંહાટી ખોરાક દેનારો પોરમેહેર તુમહાન જ્યા બિયારા જરુર હેય તી બોદા પુરાં પાડી, એને ચ્યાલ વોદાડી, જ્યાથી તુમહે ન્યાયપણા ફળ બોજ ઓઅરી.
“હાચવીન રા! તુમા લોકહાન દેખાડાહાટી હારેં કામે મા કોઅહા, નાંય તે હોરગામાઅને પોરમેહેરા પાયને કાયબી પ્રતિફળ નાંય મિળી.”
કાહાકા યે સેવાયેથી નાંય કેવળ પવિત્ર લોકહા ગોરાજ પુરી ઓઅહે, બાકી બોજ લોક પોરમેહેરાલ ધન્યવાદ દાંહાટી પ્રેષિતબી રોતહા.
યે વાતે દિયાન રાખે, કા જીં વોછા પોઅહે, તી વોછા વાડી, એને જીં વોદારે પોઅહે, તી વદારે વાડી.
પોરમેહેર તુમહાન પવિત્ર આત્મા દેહે એને તોજ તુમહેમાય ચમત્કારા કામ કોઅહે, તો તુમહાન મૂસા નિયમ પાલન કોઅના લીદે નાંય, બાકી હારી ખોબારેવોય બોરહો કોઅના લીદે એહેકેન કોઅહે.
કાહાકા જીં કાદાં માઅહું પ્રભુમાંય ઉજવાડામાય રોહે, તે ચ્યા જીવન હારાં એને ન્યાયી રોહે, એને ચ્યાવોય બોરહો કોઅલો જાહે.
એને પોરમેહેરા મહિમા એને સ્તુતિહાટી તુમા ઈસુ ખ્રિસ્તા ન્યાયપણા ફળાહાથી ભરપુર ઓએ, ઈ ઈસુ ખ્રિસ્તજ દેય હોકહે.
આંય ઈ યાહાટી નાંય લોખું કા માન દાન જોજે, બાકી મા ઇચ્છા હેય કા હારાં કામાહામાંય ભાગીદાર કોઅલા જાં જોજે, જીં તુમહે પેલ્લા કોઅલા હેય, એને જ્યા લીદે પોરમેહેર તુમહાન ઇનામ દેઅરી.
આમા પ્રાર્થના કોઅજેહે કા, પ્રભુ એહેકેન કોએ, કા જેહેકેન આમા તુમહેવોય પ્રેમ કોઅજેહે, તેહેકેન તુમાબી બોદહાવોય પ્રેમ કોએ, એને પ્રેમામાય બોજ વોદતે જાય.
એને તુમા મોકોદુનિયા વિસ્તારમાય રોનારા બોદા વિસ્વાસી લોકહાઆરે એહેકેન પ્રેમ કોઅતાહા, તેરુંબી ઓ બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે આજુબી વોદતા જાં.