13 યાથી આમહાન દિલાસો મિળ્યો, એને આમહે યા દિલાસાહાતે આમા તીતુસા આનંદાલ એઇન આજુબી આનંદિત જાયા, કાહાકા તુમહે બોદહાથી ચ્યાય નોવી તાજગી મેળવિહી.
આનંદ કોઅનારાહા આરે આનંદ કોઆ, એને રોડનારાહા આરે રોડા.
એને આંય પોરમેહેરા ઇચ્છાકોય તુમહે પાહી આનંદકોય યેયન તુમહેઆરે આરામ પામુ.
એને જો આપહે શરીરા યોક અવયવ બિમાર હેય તે બોદા શરીર દુઃખી રોહે, એને જો આપહે શરીરા યોક અવયવા માન વોદહે તે બોદા અવયવા માન વોદહે.
હાચવીન રા, બોરહો કોઅનામાય બોની રા, હિંમતવાળા માઅહું બોના, બોરહામાય મજબુત બોના.
ચ્યાહાય માંહાટી જેહેકેન બોજ હારાં કોઅયા, તેહેકેનુજ ચ્યા જોવે કરિંથ શેહેરામાય પાછા યેઅરી તોવે તુમહે આરેબી એહેકેનુજ કોઅરી, યાહાટી તુમહાન ઓહડા લોકહા આદર કોઅરા જોજે.
તેરુંબી મા મોનાલ શાંતી નાંય મિળી, કાહાકા માયે મા આર્યો વિસ્વાસી બાહા તીતુસાલ તુમહેપાઅને હારી ખોબાર લેય યેતો માન નાંય મિળ્યો, યાહાટી ત્રોઆસ શેહેરા વિસ્વાસ્યાહાથી છુટો પોડીન આંય તીતુસાલ હોદાહાટી મોકોદુનિયા વિસ્તારામાય પાછો યેનો.
માયે તુમહાન યે વાતેહાટી ઈ પત્ર લોખ્યાં, કા કાય એહેકેન નાંય ઓએ, કા મા યેઅનાથી, જ્યાહાથી માન આનંદ મિળાં જોજે, આંય ચ્યાહાથી દુઃખી ઓઉં. કાહાકા માન તુમા બોદહાવોય યે વાતે ખાત્રી હેય, કા જો મા આનંદ હેય, તોજ તુમહે બોદહાબી હેય.
કાહાકા જો માયે તીતુસા હામ્મે તુમહેવોય અભિમાન દેખાડયોહો, તે માન ચ્યાહાટી લાજવાયા નાંય પોડ્યા. જ્યેં પરમાણે, જીં માયે તુમહાન આખ્યાં તી હાચ્ચાં આતા, ચ્યેજ પરમાણે તીતુસા હામ્મે મા અભિમાન કોઅના બી હાચ્ચાં સાબિત જાયા.
જોવે તો યાદ કોઅહે કા તુમા બોદે આજ્ઞા પાળનારે આતેં એને તુમહાય કોલહાક બિઅતા એને કાપતા ચ્યા સ્વાગત કોઅયા, તોવે ચ્યા જો પ્રેમ તુમહે પ્રતિ આજુ વદારે વોદી જાહાય.
તેરુંબી નિરાશ લોકહાન દિલાસો દેનારો પોરમેહેરે તીતુસા યેવાથી આમહાન દિલાસો દેનો.
યાહાટી ચ્યાલ દોવાડાહાટી આંય આજુબી ઉત્સાહિત હેતાંવ કા તુમા ચ્યાઆરે પાછો મિળીન ખુશ ઓઅઇ જાં એને મા ચિંતા કોઅના વોછા ઓઅય જાય.
ઓનેસિફરુસનાં ગોરહયાન પ્રભુ દયા કોઅય, કાહાકા ચ્યાય બોજદા માન મોદાત કોઅયી, એને જેલેમાય માન મિળાં યાહાટી લાજવાયો નાંય.
મા પ્રિય બાહા, ઓ આનંદ માન ખ્રિસ્ત પ્રભુમાંય તોપાઅને મિળી, યોક આર્યા વિસ્વાસી રુપામાય એહેકેન કોઇન માન ઉત્સાહિત કોઅય દે.
ઓ બાહા, આંય તો બીજહાવોય પ્રેમ કોઅના બારામાય જાંઆઈન બોજ આનંદિત એને ઉત્સાહિત ઓઅય ગીયો, કાહાકા તોકોય પોરમેહેરા લોક ઉત્સાહિત ઓઅય ગીઅલા હેય.
સેલ્લે, આંય તુમા બોદહાન ઈ આખા માગહુ, કા એકતામાય રા, યોકબીજા કાળજી કોઆ, યોકબીજાઆરે બાહા-બોઅહી હારકો પ્રેમ કોઆ, યોકબીજાહાટી માયાળુ બોના, એને યોકબીજાઆરે નમ્ર બોના.