2 યાહાટી આમા યા શરીરામાય કાંહાજેહે એને મોઠી આશા રાખજેહે, કા આમહાન યોક ઓહડા શરીર દેય, જીં આમે યા હોરગ્યા ગોઆ હારકા રોય.
આંય કોહડો દુઃખી માઅહું હેતાંવ, માન પોરમેહેરાપાઅને દુઉ કોઅનારા યા શરીરાપાઅને કું છોડાવી?
એને ફક્ત ચ્યા બોનાડલી બોદી દુનિયાજ નાંય, બાકી આપાબી, જ્યાહાય પવિત્ર આત્મા પોરમેહેરા પેલ્લી વસ્તુ હારકા મિળ્યાં, આપાબી ચ્યા સોમાયા વાટ જોવી રીયહે કા જોવે આપહાન પોરમેહેરા પોહેં બોનાહાટી પોરમેહેર ઉઠાવી લી એને આપહે શરીરાલ બોદા ખારાબ કામહા પાઅને બોચાવી.
વોનાયા, આંય તુમહાન ભેદ નિ વાત આખતાહાવ, ઈ અચાનક ઓઅરી, ઓલે જલદ્યા જેહેકે ડોળા મીચતેહે, જોવે છેલ્લી તુતારી ફુકી, તોવે જ્યા લોક મોઅઇ ગીયહા ચ્યા અનંતજીવન હાટી પાછા જીવતા કોઅલા જાય એને જ્યેં આપા જીવતે રોહુ, આપહે શરીર બોદલાય જાય.
આંય ઈ બેન્યાહા માઅને કાય નિવડુ માન હુજ નાંય પોડે, ઇચ્છા તે હેય કા મોઅઇ જાવ એને ખ્રિસ્તાઆરે રોઉં, કાહાકા ઈ બોજ હારાં હેય.