Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 5:17 - ગામીત નોવો કરાર

17 યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 5:17
46 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જોવે જાડ હારાં હેય, તોવે ચ્યા ફળબી હારાં હેય, એને જાડ નોકામ્યા હેય, તોવે ફળબી નોકામ્યા હેય; કાહાકા જાડ ચ્યા ફળ કોય વોળખાયેહે.


આકાશ એને દોરતી નાશ ઓઅઇ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.”


બાકી નોવો દારાખા રોહો નોવ્યે ઠેલ્યેમાયજ બોઅતેહેં.


જોવે આંય જીવતો પાછો યીહીં, તોવે તુમા જાંઆય લાહા, કા આંય મા આબહામાય હેતાઉ, એને તુમા માંયેમાય હેતા, એને આંય તુમહેમાય હેતાઉ.


જીં ડાહગી માંયેમાય લાગલી હેય, એને ફળ નાંય લાગે, ચ્યેલ તો ખાંડી ટાકહે, એને જ્યેલ ફળ લાગતેહે, ચ્યેલ તો ડાળી ટાકહે તોવે કા તી આજુ ફળ દેય.


આંય દારાખાવેલો હેતાઉ, તુમા ડાહગ્યો હેય, જો માયે માય બોની રોહોય, એને આંય ચ્યામાય, તી બોજ હારાં કામ કોઅહા, કાહાકા માયે વોગાર તુમા કાય નાંય કોઇ હોકતાહા.


આંય ચ્યાહામાય એને તું માંયેમાય, યાહાટી કા ચ્યા પુરેરીતે કોઇન યોક ઓઈ જાય એને દુનિયા લોકહાન ખોબાર પોડે કા તુયે માન દોવાડયો, એને જેહેકેન તુયે માયેવોય પ્રેમ કોઅયા, તેહેકેન ચ્યાહાવોય પ્રેમ કોઅલા હેય.


ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાછો જન્મો નાંય લેય તે પોરમેહેરા રાજ્ય નાંય એઇ હોકે.”


ઈસુવે જવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાઅયા કોઇન એને પવિત્ર આત્માકોય જન્મો નાંય લેય તોવે તો પોરમેહેરા રાજ્યામાય નાંય પ્રવેશ કોઅઇ હોકે.


અપુલ્લોસાલ, જ્યાંય સાબિત કોઅયા કા તો ખ્રિસ્તા પ્રતિ કોલહો ઈમાનદાર હેય, સલામ. અરિસ્તોબુલુસ એને ચ્યા ગોર્યા લોકહાન મા સલામ.


મા હાંગાત્યો યહૂદી હેરોદિયોનાલ સલામ. એને નરકિસ્સુસા ગોર્યા લોકહાન જ્યેં ખ્રિસ્તાલ માનતેહેં, ચ્યાહાન સલામ.


પ્રિસ્કા એને ચ્ચે માટડો અકુલાસ ચ્યે ખ્રિસ્ત ઈસુમાય મા હાંગાત્યે હેય, ચ્યાહાન સલામ.


આન્દ્રનિક્સ એને યુનિયાસ જ્યેં મા હાંગાત્યા યહૂદી હેય, એને મા આરે જેલેમાય કૈદ આતા, એને પ્રેષિતાહામાય બોજ માનાપાના હેય, એને મા કોઅતા પેલ્લા ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, સલામ.


ઉરબાનુસાલ, જો ખ્રિસ્તામાય મા હાંગાત્યો હેય, એને મા પ્રિય ઈસ્તખુસાલ મા સલામ.


બાકી આપા આમી મૂસા નિયમાહા ગુલામમાય નાંય હેય કાહાકા આમા ચ્યાહા પાલન કોઅરાહાટી મોઅઇ ચુકલેં હેય, જ્યામાય આપા ગુલામ આતેં, આમી આપા પોરમેહેરા સેવા જુની રીતેકોય લોખલાં નિયમાહાન માનનાકોય નાંય કોઅજે, બાકી પવિત્ર આત્મામાય રોયનાકોય નોવી રીતેકોય સેવા કોઅજેહે.


યા લીદે, આમી જ્યા લોક ઈસુ ખ્રિસ્તામાય હેય, ચ્યાહાલ ડૉડ દેઅના આગના નાંય હેય.


બાકી પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ કોઅય દેનહા, એને ખ્રિસ્તથી તો આપહાન પોતાના જ્ઞાન દેહે, પોરમેહેર બી આપહાન ચ્ચા નોજરેમાય ન્યાયી બોનાડી દેહે, ખ્રિસ્તાકોય આમહાન પવિત્ર બોનાડલે જાતહેં, એને તો આમહે પાપહાથી છુટકા કોઅહે.


જોવે આંય યોક બાળાક આતો, તોવે બાળબુદ્ધિકોય વાત કોઅતો આતો, એને વિચાર કોઅતો આતો, એને પોહહા હારકી હોમાજ આતી. બાકી જોવે આંય મોઠો ઓઅય ગીયો, તે બાળબુદ્ધિકોય વાત કોઅના છોડી દેના.


આંય ખ્રિસ્તમાય યોકા માઅહાલ જાંઅતાહાંવ, જો ચૌવુદ વોરહા પેલ્લા બોદહાથી ઉચા હોરગા હુદી ઉચે ઉઠાવી લેવાયો. માન નાંય ખોબાર કા તો પોતાના શરીરામાય આતો, કા પાછે તો કેવળ પોતાના આત્માહાતે તાં આતો, કેવળ પોરમેહેર જાંઅહે. આંય યોક વાત પાછો આખતાહાવ, આંય ચ્યા માઅહાન જાંઅતાહાંવ તો પોતાના શરીરમાય આતો, કા તો કેવળ પોતાના આત્માહાતે આતો, કેવળ પોરમેહેર જાંઅહે.


યાહાટી આમી આમા કાદાલબી દુનિયા નોજારેકોય નાંય એઅહુ, એને આમહાય પેલ્લા ખ્રિસ્તાલ દુનિયા નોજારેકોય એઅયા, બાકી આમીને આમા એહેકેન નાંય કોઅજે.


યા મોતલાબ ઓ હેય કા પોરમેહેરે માઅહા પાપહા દોષ ચ્યાહાવોય નાંય ગોણતા ખ્રિસ્તાથી પોતાના હાતે દુનિયા મેળમિલાપ કોઅય લેદો, એને યા મેળમિલાપા સંદેશા પ્રચારા સેવા આમહાન હોઅપી દેનહી.


ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.


આમી તુમહામાય કાયજ ભેદભાવ નાંય રિયો, નાંય યહૂદી, નાંય ગેર યહૂદી, નાંય ગુલામ, નાંય સુટા, નાંય માટડો એને નાંય થેએ, કાહાકા તુમા બોદા ઈસુ ખ્રિસ્તામાય યોક હારકે હેય.


જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.


કાહાકા સુન્નત કોઅલા કા સુન્નત નાંય કોઅલા મહત્વા નાંય હેય, બાકી મહત્વા ઈ હેય કા પોરમેહેરાય પવિત્ર આત્મા કામહાકોય તુમહાન યોક નોવા માઅહું બોનાવલા હેય.


પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.


એને ખ્રિસ્તા મોરણાકોય, ચ્યાય મૂસા નિયમા બોદા નિયમ એને વિદિહિલ રદ્દ કોઅય દેના, જેથી તો યહૂદી એને ગેર યહૂદી લોકહાવોચમાય શાંતી બોનાડી રાખે, એને એહેકેન યોક નોવો લોકહા ટોળો તિયાર કોઅય હોકે.


ઈસુ ખ્રિસ્તામાય બોદા પવિત્ર લોકહાન મા સલામ આખા, જ્યેં વિસ્વાસીયા મા આરે હેય, ચ્ચે તુમહાન સલામ આખતેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ