15 એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.
કા તો આપહાન આપહે દુશ્માનાહા આથામાયને બોચાવીન.
આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જીં માઅહું મા વચન વોનાયેહે એને માન દોવાડયોહો ચ્યા પોરમેહેરાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાલ મિળી ગીયહા, ચ્યાલ ડોંડ નાંય દી, બાકી અનંતકાળના મોરણા માઅને બોચી ગીયહો એને પેલ્લો અનંતજીવનામાય જાય હોકહયો.”
જેહેકેન જીવતા આબહે માન દોવાડયોહો એને આંય આબહા લેદે જીવતો હેતાંવ, તેહેકેન તોબી જો મા શરીર ખાહે તો મા લેદે જીવતો રોય.
યાહાટી ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય આપહાવોય બોજ દયા કોઅલી હેય, ચ્ચાલ યાદ કોઆડીન આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા પોતાના જીવન, પવિત્ર, એને પોરમેહેરાલ પોસંદ પોડે એહેકેન પોરમેહેરાલ બલિદાના રુપામાય સમર્પિત કોઆ, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅના ઓજ હાચ્ચો તરીકો હેય.
ઈસુ આપહે પાપહાહાટી મોઅઇ ગીયો, એને આપહાન ન્યાયી ઠોરવાહાટી પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો બી કોઅયો.
નાંય, કોવેજ નાંય, આપા જોવે પાપાહાટી મોઅઇ ગીયે તે આપહાન પાપ કોઅરા નાંય જોજે.
કાહાકા આપા જાંઅજેહે કા આપહે જુનો પાપી સ્વભાવ ઈસુ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનલો ગીયો, જેથી આપહે શરીરામાય પાપા સ્વભાવ નાશ ઓઅય જાય, એને આપા પાછે પાપા ગુલામ નાંય રોજે.
જો ખ્રિસ્ત તુમહેમાય વાસ કોઅહે, તોવે શરીર પાપહાલીદે મોઅલા હેય, બાકી પવિત્ર આત્મા હારાં કામહા લીદે તુમહે આત્મા જીવતા હેય.
કાહાકા પવિત્ર આત્મા જીં આપહાન ઈસુ ખ્રિસ્ત પાઅને મિળહે, તુમહાન અનંતજીવન દેઅરી, એને તુમહાન પાપા એને મોરણા માઅને છોડવેહે.
પાપી સ્વભાવાનુસાર જીવન જીવના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્માકોય જીવન જીવના લીદે અનંતજીવન એને શાંતી મિળહે.
જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.
યા લીદે આંય ખ્રિસ્તાહાટી ક્મજોર્યો, એને નિંદાયેહેમાય, એને ગરીબાયેમાય, એને અત્યાચારમાય, એને સંકટામાય, આનંદિત હેતાંવ, કાહાકા જોવે આંય નોબળો ઓઅહું, તોવેજ આંય ખ્રિસ્તા સામર્થમાય બળવાન હેતાંવ.
જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે.
યાહાટી આમી આમા કાદાલબી દુનિયા નોજારેકોય નાંય એઅહુ, એને આમહાય પેલ્લા ખ્રિસ્તાલ દુનિયા નોજારેકોય એઅયા, બાકી આમીને આમા એહેકેન નાંય કોઅજે.
આપહાન પવિત્ર આત્માય યોક નોવા જીવન દેનલા હેય, તે પવિત્ર આત્માનુસાર જીવન જીવના ગોરાજ હેય.
યાહાટી આંય ચ્યા ઓદિકારાકોય જો પ્રભુય માન દેનલો હેય, આંય તુમહાન આખતાહાવ, જેહેકેન અવિસ્વાસી લોક ચ્યાહા મોના વિચારાનુસાર નોકામ્યા જીવન જીવતાહા, તુમા આમી પાછા ચ્યાહા હારકા તેહેકેન જીવન નાંય જીવના.
યાહાટી માઅહે એહેકેન આખતેહે, “તું જો હૂવી જાનારો જાગી જો, એને મોઅલા માઅને જીવી ઉઠ, તે ખ્રિસ્તા ઉજવાડો તોવોય ચોમકી.”
કાહાકા જોવે તુમહાય બાપતિસ્મા લેદા તોવે ખ્રિસ્તા હારકા ડાટાય ગીયા એને ખ્રિસ્તા હારકાજ તુમહાન જીવતા કોઅયા, ઈ એહેકેન યાહાટી ઓઅયા કાહાકા તુમહાય બોરહો કોઅયો કા પોરમેહેરાય ચ્યા સામર્થ્યકોય, ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.
જોવે પોરમેહેરાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, તે પોરમેહેરાય તુમહાનબી મોઅલા માઅને જીવતા કોઅલા હેય, તે ચ્યા ઇચ્છા રાખા જીં હોરગામાય પોરમેહેરાપાય તુમહેહાટી હેય, જાં ખ્રિસ્ત પોરમેહેરાપાય બોદહા કોઅતા સન્માના જાગાવોય બોઠલો હેય.
તુમા જીં કાય બોલા કા કોઆ, તી બોદા પ્રભુ ઈસુવા નાંવ લેઈને કોઆ એને પ્રભુ ઈસુથી પોરમેહેર આબા ધન્યવાદ કોઆ.
એને જીં કામ કોઆ, તી હાચ્ચાં મોના કોઇન કોઆ, ઈ હોમજીન કા માઅહાહાટી નાંય બાકી પ્રભુહાટી કામ કોઅતાહા.
ઈસુ ખ્રિસ્ત આપહેહાટી યાહાટી મોઅઇ ગીયો, યાહાટી આમા જો જીવતા હેય યા મોઅઇ ગીયા ચ્યાઆરે કાયામ લોગુ જીવન વિતાવજે.
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
ઈ કારણ હેય કા મોઅલાહાન બી હારી ખોબાર વોનાડલી ગીયી, જ્યેથી જોવે ચ્યા શરીરામાય માઅહા હારકો મોઅઇ ગીયો, તેરુંબી આત્મામાય ચ્યા પોરમેહેરા હારકા જીવતા રિયા.
જીં પ્રેમ પોરમેહેર આપહેવોય કોઅહે, તી યાકોય માલુમ જાયા કા પોરમેહેરાય ચ્યા યોકનેયોક પાહાલ દુનિયામાય દોવાડયો, યાહાટી કા આમા ચ્ચાકોય અનંતજીવન મેળાવજે.
આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય.