3 બાકી જીં હારી ખોબાર આમા પ્રચાર કોઅજેહે તી દોબલી હેય, તે ઈ નાશ ઓઅનારાહા હાટીબી દોબલી હેય.
ચ્યે સમયે ઈસુવે આખ્યાં, ઓ આબા, હોરગા એને દોરતી પ્રભુ, તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો.
જ્યેં દિહી પોરમેહેર ન્યાય કોઅરી તો દિહી આંય જીં હારી ખોબારે પ્રચાર કોઅહુ ચ્યાનુસાર ઈસુ ખ્રિસ્તાકોય માઅહા ગુપ્ત વિચારાહા ન્યાય કોઅરી.
નાશ ઓઅનારાહા હાટી હુળીખાંબા હારી ખોબાર મૂર્ખતા હેય, બાકી આમહેહાટી એટલે તારણ મેળવનારાહાટી તી પોરમેહેરા સામર્થ્ય હેય.
આંય જોવે મજબુત વિસ્વાસી લોકહા વોચમાય રોહુ, તોવે આંય જ્ઞાના વાતો કોઅહુ, બાકી માઅહા એને યા દુનિયા ઓદિકાર્યાહા જ્ઞાન નાંય જીં નાશ ઓઅનારા હેય.
જોવે આંય ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી ત્રોઆસ શેહેરામાય યેનો, એને પ્રભુય માન હારી ખોબાર આખાહાટી યોક દોરવાજો ખોલી દેનો.
બાકી ચ્યા કોઠાણ મોના ઓઅયા, કાહાકા આજેલોગુ જુના કરારા નિયમ વાચત્યે સમયે ચ્યાહા રુદયાવોય તોજ પોડદો પોડી રોહે, બાકી કેવળ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાથીજ પોડદો ઓટાડલો જાહે.
યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.
કાહાકા આમહાય તુમહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ખાલી બોલના કોયજ નાંય આખી, બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય એને પુરી ખાત્રીકોય તુમહાન આખી, તુમા જાંઅતેહે કા આમા તુમહે હારાહાટી તુમહે વોચમાય કેહેકેન રિયા.
ઈ હાચ્ચાં શિક્ષણ આમહે અદભુત પોરમેહેરા મહિમા બારામાય હારી ખોબારેમાય સહમત ઓઅહે, જીં માન પ્રચાર કોઅરાહાટી જવાબદારી દેનલી હેય.