16 યાહાટી આમા ઈંમાત નાંય આરજે, જો આમે બારેના મનુષ્યત્વ નાશબી ઓઅતો જાહે, બાકી આમહે આત્મા દિહે-દિહે નોવો ઓઅતો જાહે.
આમહાન બોદા દિહા ખાઅના દે, જીં ચ્યા દિહા હાટી જોજહે.
યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.
આંય મા મોનથી તે પોરમેહેરા નિયમાહાકોય તે બોજ ખુશ ઓઅહું.
યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.
આંય બોજ આનંદથી તુમહેહાટી પોતાના બોદાંજ કાય તુમહાન દેય દિહી ઓલે લોગુ કા પોતેજ પોતાનો જીવ દાંહાટી તિયાર હેતાંવ, આંય તુમહાન બોજ પ્રેમ કોઅતાહાંવ, બાકી માન ઓહડા લાગહે કા તુમા માન ઓછો પ્રેમ કોઅતાહા.
યાહાટી કા ઈ સેવા આમહાન પોરમેહેરા દયાથી મિળીહી, તોવે આમા કોવેજ ઈંમાત નાંય છોડજે.
પોરમેહેર ચ્યા મહિમા નુસાર તુમહાન ઈ દાન દેય કા ચ્યા પવિત્ર આત્મા તુમહાન ઓહડા સામર્થ્ય દેય કા તુમા પોતે આત્મામાય મજબુત ઓઆ.
બાકી પવિત્ર આત્માલ તુમહે વિચારાહાલ એને વ્યવહાર નોવા કોઅરા દા.
આમી તુમા નોવે માઅહે બોની ગીઅલે હેય, પોરમેહેર, યાલ બોનાડનારો આજુ વોદારી ચ્યા રુપામાય બોનાવી રિઅલો હેય, કા ચ્યા બારામાય પુરાં જ્ઞાન દેય હોકે.
ચ્યાય આપહાન આપહે પાપા સજા મિળનાપાઅને બોચાવ્યા, ઈ યાહાટી નાંય કોઅયા કા આપહાય હારેં કામે કોઅલે આતેં, બાકી યાહાટી કા તો દયાળુ હેય, ચ્યાય પવિત્ર આત્મા દેયને આપહાન બોચાવી લેદા, જ્યાંય આપહે પાપ માફ કોઅયા એને આપહાન નોવા જીવન દેના એને નોવો તરીકાકોય જીવાહાટી મોદાત કોઅઇ.
બાકી તુમહે દિલમાય હેય, તીંજ હેય જીં તુમહાન સુંદર બોનાડેહે, ઓ યોક નમ્ર એને અવિનાશી ગુણહા કોય સોજાવલો રોય, જો કા પોરમેહેરાહાટી બોજ કિમતી હેય.
પાછે જો ખ્રિસ્તા નાંવા લેદે તુમહે નિંદા કોઅલી જાહાય, તે ધન્ય હેતા, કાહાકા પોરમેહેરા મહિમામય આત્મા, તુમહેમાય રોહે.