14 બાકી ચ્યા કોઠાણ મોના ઓઅયા, કાહાકા આજેલોગુ જુના કરારા નિયમ વાચત્યે સમયે ચ્યાહા રુદયાવોય તોજ પોડદો પોડી રોહે, બાકી કેવળ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાથીજ પોડદો ઓટાડલો જાહે.
ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “ઓ સિમોન, યોના પાહા, તું ધન્ય હેય, કાહાકા કાદે માઅહા લોય થી નાંય, બાકી મા આબહો જો હોરગામાય હેય, ઈ વાત તુલ જાણાવિહી.
બાકી તો ડોળો ચોખ્ખો નાંય રોય, તે તો બોદા શરીરમાય આંદારાં ઓરી, યાહાટી જોવે તુમા બુલથી ઈ હુમાજતાહા કા તુમહે મોન ઉજવાડામાય હેય બાકી આસલીમાય આંદારામાય હેય, તે તુમહે આંદારને આંદારાં આસલીમાય બોજ કાળાં હેય.”
“ચ્યાય ચ્યાહા ડોળા આંદળા કોઇ દેના કા ચ્યા એઇ નાંય હોકે, એને ચ્યાહા દિમાક બંદ કોઇ દેના કા ચ્યા હોમજી નાંય હોકે, ને તો ચ્યા મા એછે ફિરી યેતે એને આંય ચ્યાહાન હારાં કોઇ દેતો.”
આંય યા દુનિયામાય ઉજવાડો બોનીન યેનહો, કા જો કાદો માયેવોય બોરહો કોએ, તો આંદારામાય નાંય રોય.
તોવે ઈસુવે પાછા લોકહાન આખ્યાં, “આંય દુનિયા ઉજવાડો હેતાઉ, જીં માઅહું મા શિષ્ય બોની તો કાદે દિહી આંદારામાય નાંય ચાલી, બાકી ચ્યાલ તો ઉજવાડો મિળી જો અનંતજીવન દેહે.”
મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડીમાઅને વાચ્યા પાછે સોબાયે ઠિકાણા આગેવાનહાય ચ્યાહાન આખી દોવાડયા, “ઓ બાહાહાય, જો લોકહાન પ્રોત્સાહાના હાટી તુમા કાય આખા માગતાહા, તે આખા.”
કાહાકા પેલ્લા સમયથી શેહેરાહામાય મૂસા નિયમા પ્રચાર કોઅનારા ચાલી યેનહા, એને તી બોદાજ આરામા દિહાલ સોબાયે ઠિકાણામાય વાચવામાય યેહે.”
એને લુદીયા નાંવા થુવાતીર શેહેરા જાંબળા રોંગા ડોગલેં વેચનારી યોક પોરમેહેરા આરાધના કોઅનારી થેએ વોનાય રીયલી આતી, એને પ્રભુય ચ્યે મોન ખુલ્યા, કા પાઉલા વાતેહેવોય ધ્યાન દેય.
કા ચ્ચા અંધકાર માઅને ઉજવાડા એછે, એને સૈતાના ઓદિકારા ઇહિને પોરમેહેરાએછે ફિરે, એને પોતાના પાપહા પોરમેહેરા પાયને માફી મિળવે, એને ચ્ચા લોકહા હાતે યોક જાગો મિળવે જ્યા યાહાટી પવિત્ર કોઅલા ગીયહો કાહાકા માયેવોય બોરહો કોઅતાહા.
ઓ વિસ્વાસી બાહાહાય, એહેકોય નાંય ઓઅઇ કા તુમા પોતાનાલ બુદ્ધિમાન હોમજી લા, યાહાટી આંય તુમહાવોય ઓ ભેદ પ્રગટ કોઅરા માગહુ, કા જાવ લોગુ બોદા ગેર યહૂદી લોક પોરમેહેરા પાહે ફિરી યેય, તાંવ લોગુ કોલહાક ઈસરાયેલ લોકહા મોન કોઠાણ બોની રોય.
એને આજ લોગુ જોવે મૂસા નિયમાહા ચોપડી વાચવામાય યેહે, તે ચ્યાહા રુદયાવોય પોડદો પોડલો રોહે એને યાહાટી ચ્યે યાલ પુરીરીતે નાંય હોમજેત.
જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે.
યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.
ચ્યાહાન હોમાજના બુદ્દિ નાંય હેય, એને ચ્યે પોરમેહેરાલ નાંય જાંએત, ચ્યે આગના માનના મોનાય કોઅના લીદે પોરમેહેરા જીવના પાઅને દુઉ હેય.