12 યાહાટી ઓહડી આશા રાખીન આમા ઇંમાતથી બોલજેહે.
તોવે યહૂદી આગેવાનહાય ઈસુપાય ટોળો વોળીન પુછ્યાં, “તો બારામાય આમે મોનામાય કોવે લોગુ શંકામાય રોજે? જો તું ખ્રિસ્ત હેતો, તે આમહાન ખુલ્લી રીતે આખી દે.”
માયે યો વાતો તુમહાન દાખલા કોઇન આખલ્યો હેય, બાકી તો સમય યી રિઅલો હેય, તોવે આંય તુમહાન દાખલા કોઇન નાંય આખું બાકી ખુલ્લી રીતે આબહા બારામાય આખી દિહી.
ચ્યા શિષ્યહાય આખ્યાં, “એએ, આમીતે તું ખુલ્લાં આખતોહો એને દાખલો નાંય આખે.
એને પાઉલ એને બારનાબાસ ચ્યા બોજ દિહયા લોગુ તાં રિયા, એને પ્રભુ બોરહાવોય ઇંમાતથી વાતો કોઅતા રિયા, એને પોરમેહેરાય ચ્યાહાકોય ચિન્હ એને નોવાયે કામે કોઆડીન સાબિત કોઅયા કા યા સદા મોયાબારામાય ચ્યાહા સંદેશ હાચ્ચો આતો.
જોવે ચ્યાહાય પિત્તર એને યોહાન યાહા ઈંમાત દેખ્યી, એને ઈ જાંઅયા કા યા અભણ એને સાદે માઅહે હેય, તોવે નોવાય પામ્યા, પાછે ચ્યાહાન વોળખ્યા, યા ઈસુ આરે રોય રીઅલા આતા.
બાકી બારનાબાસે ચ્યાલ પોતાના આરે પ્રેષિતાહા પાય લેય જાયને ચ્યાહાન આખ્યાં, કા યાય કેહેકેન દમસ્ક શેહેરા એછે જાયના વાટેમાય પ્રભુ ઈસુલ દેખ્યો, એને ઈસુવે ચ્ચાઆરે વાતો કોઅયો, પાછે ઈંમાત રાખીન કેહેકેન દમસ્ક શેહેરામાય ઈસુવા નાંવા પ્રચાર કોઅયો.
એને બિક વોગાર પ્રભુ ઈસુ નાંવા પ્રચાર કોઅતો આતો; એને યુનાની ભાષા બોલનારાહાલ યહૂદીયાહા આરે વાતો કોઅતો આતો એને બોલાબોલી કોઅતો આતો; બાકી ચ્યા ચ્યાલ માઆઇ ટાકના યુક્તિ કોઅતા લાગ્યા.
બાકી મંડળીમાય જુદી ભાષામાય બોજ વાતો કોઅના કોઅતા માન ઈ હારાં ગોમહે કા, બીજહાન હિકાડાંહાટી લોકહાન હોમજાય એહેકેન વોછી વાત કોઉ.
આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો.
કાહાકા જો મૂસા નિયમાહાથી ઓહડી મહિમા આતી, જીં વોછા સમયાહાટી બોની રોયી, તે નોવા કરારામાય કોલહી વોદારે મહિમા ઓરી જીં કાયામમાટે બોની રોહે.
બાકી આમા પ્રચાર કોઅના ચાલુ રાખજેહે કાહાકા આમહેમાય તોહડોજ બોરહો હેય, જેહેકેન ગીતશાસ્ત્ર લોખનારામાય આતો, જોવે ચ્યાય આખ્યાં, “માયે પોરમેહેરાવોય બોરહો કોઅયો, યાહાટી માયે આખ્યાં,” યાહાટી આમહાયબી બોરહો કોઅયો યાહાટી બોલજેહે.
આંય તુમહાન પુરા બોરહાથી આખી રિયહો, આંય તુમહે વાહવા કોઅહુ, માન બોજ દિલાસો મિળ્યો એને બોદ્યેજ મુશ્કીલ્યેહેમાય, આંય આનંદાકોય બોઆલો રોતાહાંવ.
એને વિસ્વાસી લોકહામાઅને ઘોણા લોકહાન મા કૈદમાય રોવાથી આજુ ઈંમાત મિળલી હેય, એને ચ્યે બોજ ઈંમાતકોય એને દાક વોગાર પોરમેહેરા વચન આખતેહે.
મા ઈ બોજ ઇચ્છા એને આશા હેય કા આંય કોહડીબી પરિસ્થીતીમાય શરમિંદા નાંય ઓઉં, બાકી પેલ્લા હારકા આમીબી ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના પુરી ઈંમાત ઓએ, ઓઅય હોકે, આંય જીવતો રોઉં કા મોઅઇ જાંઉ આંય મા પુરાં જીવનાકોય ખ્રિસ્તા મહિમા કોઅતો રોઉં.
એને યાહાટી પ્રાર્થના કોઆ કા આંય ખ્રિસ્તા ભેદ સાફ રીતીકોય એને ખુલ્લી રીતેકોય પ્રચાર કોઅય હોકુ.
તુમહાન ખોબાર હેય, કા પેલ્લા આમહાય ફિલિપ્પી શેહેરામાય દુઃખ વેઠયાં એને અપમાન સહન કોઅયા તેરુંબી આમહે પોરમેહેરે આમહાન ઓહડી ઈંમાત દેની, કા થેસ્સાલોનિકી લોકહાય આમહે વિરુદ કોઅયો તેરુંબી આમહાય તુમહાન ખ્રિસ્તા હારી ખોબાર આખી.
કાહાકા જો સેવાક હારી સેવા કોઅહે તો લોકહામાય બોજ માન મેળવેહે, એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહા બારામાય બોજ ઈંમાતકોય આખી હોકહે.
યાહાટી આંય તુલ ખ્રિસ્તામાય યોક વિસ્વાસી રુપામાય યોગ્ય કામ કોઅરાહાટી આખતાહાવ, આંય ખ્રિસ્તા પ્રેષિતા રુપામાય ઈ ઈંમાત કોઅય હોકહુ, એને તુલ ઈ કોઅરાહાટી આગના બી દેય હોકહુ.