7 યાહાટી ઈ હારાં હેય કા તુમા ચ્યા ગુના માફ કોઆ, એને ચ્યાલ દિલાસો દા, નાંય તે, કાય એહેકેન નાંય ઓએ, કા તો બોજ દુઃખી ઓઇન પોતાના બોરહાલ પુરેરીતે નાકારી દેય.
એને જોવે આપહે ઈ શરીર જીં આસાન થી મોઅઇ જાહે એને હોડી જાહે, ચ્યાલ યોક ઓહડા શરીરામાય બોદલી દી જીં કોયદિહી નાંય મોએ એને કોયદિહી નાંય હોડે, તોવે પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી પુરાં ઓઅય જાય, જીં એહેકેન આખહે કા, મોરણ પુરીરીતે હારવી દેવામાય યી એને ચ્યા અસ્તિત્વ નાંય રોય.
યા લીદે આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા ચ્યાહાન દેખાડા કા તુમા આસલીમાય ચ્યાલ પ્રેમ કોઅતાહા.
આમા યા શારીરિક શરીરમાય રોતી વોખાત વોજાથી દાબાયન હાઆ ટાકજેહે, કાહાકા આમા યા શારીરિક શરીરાલ છોડા નાંય માગજે બાકી આમા જાંઅજેહે કા પોરમેહેર આમહાન હોરગ્યા શરીર દેય, એટલે આમહે ઈ શરીર જીં મોઅઇ જાઅરી, એને અનંતજીવનામાય બોદલાય જાજે.
જો કાદાં માઅહું પોરમેહેરા ઇચ્છા નુસાર દુઃખ માની લેહે, તે તો પાપ કોઅના બંદ કોઅય દી એને તો તારણ મેળવી, ઈ કાય દુઃખા વાત નાંય હેય. બાકી દુનિયા દુઃખ અનંત મોરણા એછે લેય જાહાય.
ચ્યા બોદલે યોક બિજાવોય કૃપા રાખા એને દયા કોઆ, એને જેહેકેન પોરમેહેરે તુમહાન ખ્રિસ્તામાય તુમહે પાપહા માફી દેની, તેહેકેન તુમાબી યોકબીજા પાપ માફ કોઆ.
એને આસલીમાય તો બોજ બિમાર આતો, એને મોઅઇ જાં આતો, બાકી પોરમેહેરાય ચ્ચાવોય દયા કોઅઇ એને ચ્ચાલ મોઅરા નાંય દેનો, એને પોરમેહેરા કેવળ ચ્ચાવોયજ નાંય બાકી માયેવોય બી દયા કોઅઇ કા માન બોજ દુઃખ બોગવાં નાંય પોડે.
એને જ્યા કાદા દોષ ઓઅરી તે તુમા યોકા બીજહાન સહન કોય લા, એને યોકાબીજા ગુના માફ કોઅય દા, જેહેકેન પ્રભુય તુમહે ગુના માફ કોઅયાહાં, તેહેકેન તુમાબી કોઆ.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહે મોરજી હેય કા જ્યેં મોઅઇ ગીયે ચ્યા બારામાય તુમહાન જાણ જોજે, એહેકેન નાંય ઓઅય કા તુમહાન ચ્ચાહા રોકા શોક કોઆ જ્યાહાન આશા નાંય હેય, કા ચ્યે મોઅલા માઅને પાછો જીવતે ઓઅનારે હેય.
ઓ વિસ્વાસી બાહાહાય, ચ્યા ઓદિકારાકોય આમા આગના દેતહા જો પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહાન દેનલો હેય, ઓહડા કાદાબી વિસ્વાસી બાહા કા બોઅહી આરે આલાગ રા, જો કામ કોઅરા આળહાય કોઅહે એને જો ચ્યો વાતો નાંય માને જ્યો આમહાય હિકાડલ્યો હેય.