7 આંય ચ્યા અદભુત પ્રગટીકરણાવોય વાહવા નાંય કોઅઉ જીં પોરમેહેરે માન દેખાડયાહા, યાહાટી મા શરીરામાય યોક કાટો ડોચ્ચહો. માન દુઃખ દેતા રાંહાટી એટલે સૈતાના યોક દૂત માન મિળ્યહો, કા આંય વાહવા નાંય કોઅઉ.
તોવે ચ્ચાહાય ચ્યા મુંયા ઉપે થુપ્યાં, એને ચ્યા મુંય ડાકીન ઠોકાં લાગ્યા.
તોવે ઈસુવે સૈતાનાલ આખ્યાં, ઓ સૈતાન દુર ઓઅઇ જો, કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય: તું પ્રભુ તો પોરમેહેર ચ્યા પાગે પોડ એને યોખલા ચ્યાજ ભક્તિ કોઓ.
તો કાય ઈ હારાં નાંય હેતા, કા ઈ બાઈ જીં આબ્રાહામા કુળામાઅને હેય, જ્યેલ સૈતાનાય અડાર વોરહા લોગુ બાંદી રાખલી આતી, આરામા દિહી ચ્યેલ બંધનામાઅને છોડવામાય યેહે?”
આમા આજેલોગુ બુખા પીહ્યા એને જુનેજ ફાટલે ડોગલેં પોવજેહે, માર ખાજહે, એને બોટાકતા ફિરજેહે આમહાવોય આમહે રોઅના ગોએ બી નાંય હેય.
ચ્યા માઅહા શરીર સૈતાના તાબામાંય કોઅય દેજે, જેથી ચ્યા શરીરા નાશ ઓએ બાકી પ્રભુ પાછા યેઅના દિહે ચ્યા આત્મા તારણ પામે.
કાહાકા કોલહાક લોક આખતાહા, “ચ્યા પત્રે તે કડાક એને પ્રભાવશાળી હેય, બાકી જોવે એઅજેહે, તે ચ્યા શરીર નોબળા હેય એને ચ્યા બોલ્યેમાય દમ નાંય.”
યાથી આમા હર યોક વિરોદાલ, ચ્યા હર યોક મોઠયો-મોઠયો વાતો કોઅનારાલ, જીં પોરમેહેરા જ્ઞાના વિરુદ માથાં ઉઠાવેહે, તોડી પાડજેહે એને હર યોક વાદવિવાદ કોઅનારાલ ખ્રિસ્તા આગના પાળનારો બોનાડી દેજહે.
જોવે તુમહાન કાદો ગુલામ બોનાવી લેહે, કા તુમહેપાય જીં કાય હેય તી તો લેય લેહે, કા તુમહે ફાયદો ઉઠાવેહે, કા પોતે પોતાલ તુમહેથી મોઠો બોનાડેહે, કા તુમહે મુંયાવોય થાપાડ ઠોકહે, તે તુમા વેઠી લેતહા.
જો વાહવા કોઅના માયેહાટી ઠીક નાંય, તેરુંબી માન કોઅરા પોડહે, બાકી આંય પ્રભુવા દેનલા દર્શન એને પ્રગટીકરણા વાતો કોઅહી.
તુમહાન યાદ ઓરી, કા ઈ મા શરીરા કમજોરી કારણ આતાં, કા આંય પેલ્લાદા તુમહેપાય યેનો એને હારી ખોબારે પ્રચાર કોઅયો.
એને ચ્યા ખ્રિસ્તાવોય બોરહો મજબુત રા જોજે, નાયતે એહેકેન નાંય ઓઅરા જોજે કા, તો અભિમાન કોઇન ફુલાય જાય, એને ચ્યાલ સૈતાના હારકી સજા મીળે.