18 માયે તીતુસાલ હોમજાડીન ચ્યાઆરે ચ્યા વિસ્વાસી બાહાલ દોવાડયો, તે કાય તીતુસાયં તુમહાન બોળા પાડીન તુમહાપાયને કાય ફાયદો ઉઠાવ્યો? કાય આમે યોકુજ લક્ષ નાંય આતાં? કાય આમહાય યોકુજ રીતેથી કામ નાંય કોઅયા?
એને આબ્રાહામ ચ્યા સુન્નત કોઅલા યહૂદી લોકહા બી આબહો ઠોરે, જ્યેં ફક્ત સુન્નત કોઅલા હેય ઓલહાંજ નાંય, બાકી આમહે આગલ્યો ડાયો આબ્રાહામા હારકા બોરહો કોઇન જીવન જીવનારા બી હેય, જેહેકેન આબ્રાહામાય સુન્નત કોઅના પેલ્લા પોરમેહેરાવોય બોરહો કોઅયેલ.
તુમહે કાય ઇચ્છા હેય કા જોવે આંય તુમહેપાય યાંવ તે કાય કોઉ? જો તુમહાય આમીબી ખારાબ કામે કોઅના બંદ નાંય કોઅલા ઓરી આંય તુમહાન મોઠો ફોટકો દિહી, એને તુમહાય ખારાબ કામે કોઅના બંદ કોઅલા ઓરીતે આંય તુમહેઆરે પ્રેમ એને નમ્રતાકોય વ્યવહાર કોઅહી.
આમહાન પોતાના પુરા રુદયાથી પ્રેમ કોઆ, આમહાય નાંય કાદા આરે ખોટાં કોઅયાહાં, નાંય કાદા બગાડયાહા, એને નાંય કાદાલ છેતર્યાહા.
તેરુંબી નિરાશ લોકહાન દિલાસો દેનારો પોરમેહેરે તીતુસા યેવાથી આમહાન દિલાસો દેનો.
યાહાટી આમહાય તીતુસાલ વિનાંતી કોઅયી, કા જેહેકેન ચ્યાય પેલ્લી શુરવાત કોઅયેલ, તેહેકેનુજ તુમહે વોચમાય યા દાનાં કામાલ પુરાં બી કોએ.
એને તુમહાન યાહાટીજ હાદ્યાહા બી કાહાકા ખ્રિસ્તે તુમહેહાટી દુઃખ ઉઠાવીન, તુમહાન યોક નમુનો દેય ગીયહો કા તુમાબી ચ્યા પાગહા નિશાણ્યેહેવોય ચાલા.