30 જોવે મા વાહવા કોઅના ગોરાજ હેય, તે આંય મા નોબળાયેમાય વાહવા કોઅહી.
પાછે ઈસુ બોદા ગાલીલ ભાગામાય ફિરીન એને યહૂદી લોકહા સોબાયે ઠિકાણામાય હિકાડે એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.
આંય તુમહે વોચમાય રોઉં ચ્યે સમયે નોબળો એને બિકમાય એને બોજ ગાબરાલો આતો.
જો વાહવા કોઅના માયેહાટી ઠીક નાંય, તેરુંબી માન કોઅરા પોડહે, બાકી આંય પ્રભુવા દેનલા દર્શન એને પ્રગટીકરણા વાતો કોઅહી.
આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.