11 યાહાટી જો એહેકેન આખહે, કા ચ્યા લોક ઈ યાદ રાખે, કા જેહેકેન બોઅડા પાછાડી પત્રાહામાય આમહે વચન હેય, તેહેકેનુજ તુમહે હામ્મે આમહે કામેબી રોઅરી.
કાહાકા કોલહાક લોક આખતાહા, “ચ્યા પત્રે તે કડાક એને પ્રભાવશાળી હેય, બાકી જોવે એઅજેહે, તે ચ્યા શરીર નોબળા હેય એને ચ્યા બોલ્યેમાય દમ નાંય.”
કાહાકા આમહાન ઈ ઈંમાત નાંય કા આમા પોત પોતાનાલ ચ્યાહા હાતે ગોણજે, ચ્યાહાન આપહામાય મેળાવતે, જ્યેં પોતે વાહવા કોઅતેહે, એને પોતપોતાને મોજમાપ કોઇન યોકબિજાથી તુલના કોઇન મૂર્ખ ઠોરતેહેં.
કાહાકા માન બિક હેય, કાય એહેકેન નાંય ઓએ, કા આંય યેયન જેહેકેન એઅરા માગુ, તેહેકોય તુમા નાંય દેખાય, એને માન બી તુમા નાંય એઅરા માગેત તેહેકેનુજ એએ. કા તુમહેમાય જુલાના, આડાઇ, રોગ, વિરુદ, રોગવાના, ચુગલી, અભિમાન એને ધાંદલ, ઈ નાંય રોય.
યાહાટી આંય તુમહેપાય યેઅના પેલ્લા યો વાતો લોખતાહાવ, એટલે માન પોતાના ઓદિકારાલ ઉપયોગ કોઅના કાય જરુર નાંય પોડે, જીં પ્રભુય માન દેનહા. કાહાકા આંય મા પોતાના ઓદિકારા ઉપયોગ તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી કોઅરા માગતાહાવ નાંય કા નાશ કોઅરાહાટી.