10 કાહાકા કોલહાક લોક આખતાહા, “ચ્યા પત્રે તે કડાક એને પ્રભાવશાળી હેય, બાકી જોવે એઅજેહે, તે ચ્યા શરીર નોબળા હેય એને ચ્યા બોલ્યેમાય દમ નાંય.”
કાહાકા ખ્રિસ્તાય માન બાપતિસ્મા દાંહાટી નાંય, બાકી હારી ખોબાર આખાહાટી દોવાડયોહો, એને આંય હારી ખોબાર આખતે સમયે દુનિયાદારી વાતહે જ્ઞાન કોય બોઅલાં ભાષા નાંય ઉપયોગ કુંઉ યાહાટી કા ખ્રિસ્તા હુળીખાંબા હારી ખોબારે પ્રભાવ કમી નાંય ઓઅય જાય.
આંય એહેકેન યાહાટી આખતાહાવ કાહાકા પોરમેહેરાય ચ્યા બુદ્યેમાય ઈ દેખ્યેલ કા લોક દુનિયા જ્ઞાનાકોય પોરમેહેરાલ કોવેજ નાંય જાંઆય હોકી, યાહાટી પોરમેહેરાય ચ્ચા લોકહાન બોચાવાં વિચાર કોઅયો જ્યા ચ્ચે હારી ખોબારેવોય બોરહો કોઅતાહા જ્યા બારામાય આમાહાય પ્રચાર કોઅયો, બાકી કોલહાક લોક યાલ મૂર્ખતા હોમાજતાહા.
આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો.
યાહાટી જો એહેકેન આખહે, કા ચ્યા લોક ઈ યાદ રાખે, કા જેહેકેન બોઅડા પાછાડી પત્રાહામાય આમહે વચન હેય, તેહેકેનુજ તુમહે હામ્મે આમહે કામેબી રોઅરી.
ઈ આંય યાહાટી આખતાહાવ, કાહાકા આંય નાંય વિચારુ કા તુમહાન ઈ ખોબાર પોડે કા આંય તુમહાન બિયાડના મોતલાબથી ઈ પત્ર લોખી રિયહો.
આંય લાજથી માની લેતહાવ, કા તુમહેઆરે ઓહડો વેવહાર કોઅરા માન ઈંમાત નાંય ઓઅયી. તુમા યેલ મા નોબળાય હોમજ્યા, બાકી જ્યેં વાતહેબારામાય ચ્યા લોક વાહવા કોઅના ઈંમાત કોઅતાહા, આંયબી ચ્યે વાતહેબારામાય તેહેંજ કોઅય હોકહુ.
જાણે કા આંય બોલવામાય ઉશાર નાંય હેતાંવ, બાકી નોકીજ જ્ઞાનમાય આંય વોછો નાંય, એને યા સાબિતી આમા બોદયે રીતેથી એને બોદયે જાત્યે વાતહેમાય તુમહાન દેય ચુક્યાહા.
આંય યાહાટી આખતાહાવ, કાહાકા તુમા સાબિતી હોદતાહા, કા જો માયેથી વાત કોઅહે, બોલહે તો ખ્રિસ્ત હેય, જોવે તુમહાલ હુદરાવેહે તે તો તુમહેહાટી નોબળો નાંય, બાકી તુમહેમાય સામર્થી હેય.