9 બાકી આમહાય પોતાના મોનામાય હોમજી લેદલા આતાં, કા આમા મોઅનારાજ હેજે, ઈ યાહાટી જાયા કા આમે પોતાનાવોય નાંય બાકી પોરમેહેરાવોય બોરહો મજબુત રાખે, જો મોઅલાહાન પાછો જીવાડેહે.
એને ઈસુવે ચ્યા લોકહાન જ્યા પોતા બારામાય એહેકોય વિચાર કોઅતા કા, “આમા હારાં હેજે” એને બીજહાન નિચા ગોણુ આતા ચ્યાહાન ઓ દાખલો આખ્યો.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, પોરમેહેરાહાટી લોક આમહાન રોજ માઆય ટાકના દમકી દેતહા, એને આમા વાડાહાટી તિયાર કોઅલા ગેટા હારકા ગોણાય જાતહા.
ચ્યાય આપહાન ઓહડા સંકાટા માઅરે બોચાડ્યા, એને બોચાડી, એને આમહાય ચ્યાવોય આશા રાખીહી, કા તો આગલાબી આમહાન બોચાડતો રોઅરી.
ઓ બાહા એને બોઅયેહેય, આંય વિચારતાહાવ કા તુમા ચ્યા દુ:ખહાબારામાય જાંએ જીં આમહેવોય યી પોડ્યા જીં આસિયા વિસ્તારામાય આમહાન વેઠાં પોડ્યા, ઓહડા બારી વોજા માય દાબાય ગીઅલાં આતા, જીં આમે સહન શક્તિથી બારે આતા, ઓલે લોગુ કા આમાહાય જીવતા રોઅનાબી આશા છોડી દેનેલ.
આમા ઈ નાંય આખજે કા આમહેપાય પોતાનાથી કાયબી કોઅના ક્ષમતા હેય, બાકી પોરમેહેર આમહાન ઈ ક્ષમતા દેહે.
આમી આમહે રુદયામાય ઓ ઉજવાડો ચમકેહે, બાકી આમા પોતે કાદવા ચ્યા નાજુક વાહણાહા હારકે હેય જ્યાહામાય ઓ મોઠો ખજાનો બોઆલો હેય, યાથી ઈ ખોબાર પોડહે કા આમહે મહાન સામર્થ પોરમેહેરાપાઅને હેય, પોતાથી નાંય.
કાહાકા ચ્યાલ પુરો બોરહો આતો કા પોરમેહેર ચ્યાલ પાછો જીવતો કોઅય દેઅરી, આસલીમાય આમહે આખના મોતલાબ કેવળ ઈ હેય કા આબ્રાહામાય યોક રીતે ઈસાકાલ મોઅલા માઅને પાછો જીવતો મેળવ્યો.