10 ચ્યાય આપહાન ઓહડા સંકાટા માઅરે બોચાડ્યા, એને બોચાડી, એને આમહાય ચ્યાવોય આશા રાખીહી, કા તો આગલાબી આમહાન બોચાડતો રોઅરી.
યે વાતહે લીદે યહૂદી માન દેવાળામાય દોઇન માઆઇ ટાકના કોશિશ કોઅતા આતા.
કા આંય યહૂદા વિસ્તારા અવિસ્વાસી લોકહા યોજના થી બોચી રોઉં, એને જીં ઉગરાણી કોઅલા પોયહા હેય આંય યેરૂસાલેમ શેહેરામાય લેય જાય રિયહો, યાલ ચ્ચે સ્વીકાર કોઇન ખુશ ઓઅય જાય.
બાકી આમહાય પોતાના મોનામાય હોમજી લેદલા આતાં, કા આમા મોઅનારાજ હેજે, ઈ યાહાટી જાયા કા આમે પોતાનાવોય નાંય બાકી પોરમેહેરાવોય બોરહો મજબુત રાખે, જો મોઅલાહાન પાછો જીવાડેહે.
કોલહાક લોક આમહાન જાંઅતાહા-વોળાખતાહા, તેરુંબી કોલહાક લોક આમહાન અજાણ્યા માનતાહા, આમા મોઅલા ગોણલા જાજહે એને તેરુંબી જીવતા હેજે, આમા માર ખાજહે, બાકી મોઅજે નાંય.
આમા ચ્યા જીવનાલ મિળવાહાટી મેહનાત કોઅજેહે એને સંઘર્ષ કોઅજેહે, કાહાકા આમા જીવતા પોરમેહેરાવોય આશા કોઅજેહે, જો બોદા લોકહા એને વિશેષ રીતીકોય બોરહાવાળાહા તારણહાર હેય.
બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય.
યે બોદે કામે જ્યેં પોરમેહેરે અતીતમાય કોઅયે, ચ્યે આમહાન ઈ દેખાડતેહેં કા જ્યા લોક આત્મિક જીવન જીવતેહે, જોવે ચ્યે મુશીબાતમાય રોતેહેં, તે પોરમેહેર નોકીજ રુપે ચ્યાહાન હાંબાળી રાખરી, એને આમા ઇબી નોક્કી કોઅય હોકજેહે કા તો ખારાબ લોકહાન ન્યાયા દિહા લોગુ સજા દાંહાટી રાખી થોવના જાંઅહે.