6 યાહાટી આપહાન તિયારી વોગાર લોકહા હારકા હુતલા નાંય રા જોજે, બાકી ચ્યા યેઅના વાટ જોવીન તિયારીમાય એને હાચવીન રોજા.
બાકી બોદા લોક હૂવી રીઅલા આતા, તોવે ચ્યા દુશ્માન રાતી યેઇન જાં ગોંવ પોઅલા આતા ચ્યાહામાય ટોળ્યા બિયારો પોઓઈ નાઠો.
યાહાટી ઈસુય શિષ્યહાન આખ્યાં કા, તુમા નાંય જાંએ કા પ્રભુ કોવે પાછો યી.
યાહાટી જાગતા રિયા, કાહાકા તુમહાન નાંય ખોબાર મા પાછા યેયના બારામાય, એને ચ્યા સોમાયા બારામાય.
જોવે વોવડાલ યાં વાઆ લાગી ગીયી, તોવે ચ્યે બોદહયેન નિંદ યા લાગી, એને ચ્યો હૂવી ગીયો.”
તોવે ચ્યે શિષ્યહાન આખ્યાં, “મા જીવ બોજ દુઃખી હેય, ઓહડા લાગહે કા મા જીવ નિંગી જાય: તુમા ઈહીં રિયા એને જાગતા રોજા.”
એને જીં આંય તુમહાન આખતાહાવ, તીંજ બોદહાન આખતાહાવ: સાદામાટે જાગતા રા.”
ધન્ય હેય ચ્યા ચાકાર, જ્યાહાન માલિક પાછો યેયનાહાટી વાટ એઅતા દેખે, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા ચ્યાહા માલિક યોકા ચાકારા હારકે ફાડકે પોવીન ચ્યાહાન ખાઅના ખાં બોહતાડી, એને ચ્યાહાપાય યેયન ચ્યાહા સેવા કોઅરી.
બાકી ઈ જાંઆઈ લીયા, કા જો ગાઆ માલિકાલ એહેકોય માલુમ રોતા, કા બાંડ કોઅહે વેળાઈયે યી, તે તો જાગતો રોતો; એને પોતે ગોઆમાય ચોરી નાંય ઓઅરા દેતો.
યાહાટી હાચવીન રોજા, એને ઓઅનારી ઘટનાપાઅને બોચાંહાટી બોજ પ્રાર્થના કોઅતા રોજા, એને આંય માઅહા પોહા હોમ્મે ઉબો રા હાટી પોરમેહેરા પાયરે ગોતી માગા.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાહા તુમા હુતલા હેય? ઉઠા, એને પ્રાર્થના કોઅતા રા કા, તુમા બોદા પરીક્ષામાય નાંય પોડે.”
યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો.
તુમા હારેકોય હોમજીન વિચાર કોઆ એને પાપ કોઅના બંદ કોઆ, કાહાકા કોલહાક લોક પોરમેહેરાબારામાય કાયજ નાંય જાંએ, આંય તુમહાન શરામ લાગા જોજે યાહાટી આખી રિઅલો હેય.
હાચવીન રા, બોરહો કોઅનામાય બોની રા, હિંમતવાળા માઅહું બોના, બોરહામાય મજબુત બોના.
આપાબી ચ્યાહા હારકે જીવતે આતેં, આપહે પાપી સ્વભાવા ઇચ્છા પુરી કોઅતે આતેં, એને શરીર એને મોના વાસના પુરી કોઅતે આતેં, એને અવિસ્વાસી લોકહા હારકા આપાબી ખારાબ આતેં એને પોરમેહેરા ડૉડા આધીન આતેં.
યાહાટી માઅહે એહેકેન આખતેહે, “તું જો હૂવી જાનારો જાગી જો, એને મોઅલા માઅને જીવી ઉઠ, તે ખ્રિસ્તા ઉજવાડો તોવોય ચોમકી.”
બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.
તુમહે નમ્ર સ્વભાવ બોદા લોક જાઈ જાય, પ્રભુ ઈસુ માહારીજ યેય રિઅલો હેય.
કાયામ પ્રાર્થના કોઅતે રા, જોવે તુમા પ્રાર્થના કોઅતેહે તોવે જાગતા રા, એને કાયામ પોરમેહેરા ધન્યવાદ કોઆ.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહે મોરજી હેય કા જ્યેં મોઅઇ ગીયે ચ્યા બારામાય તુમહાન જાણ જોજે, એહેકેન નાંય ઓઅય કા તુમહાન ચ્ચાહા રોકા શોક કોઆ જ્યાહાન આશા નાંય હેય, કા ચ્યે મોઅલા માઅને પાછો જીવતે ઓઅનારે હેય.
ઈસુ ખ્રિસ્ત આપહેહાટી યાહાટી મોઅઇ ગીયો, યાહાટી આમા જો જીવતા હેય યા મોઅઇ ગીયા ચ્યાઆરે કાયામ લોગુ જીવન વિતાવજે.
બાકી આપા જ્યા દિહયા હેય, બોરહો એને પ્રેમા યોક જીલમા હારકા હેય ચ્યાલ પોવીલા જીં બચાવેહે એને તારણા આશા ટોપ પોવીન હાચવીન રા.
બાકી પોરમેહેર, પોહહાન જન્મો દેઅનાકોય થેએયેહેલ બોચાવી લી, જાવ લોગુ ચ્યો ખિસ્તાવોય બોરહો કોઅત્યોહો, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅત્યોહો, એને પવિત્ર એને હારેકોય જીવન જીવત્યોહો.
તેહેકેનુજ થેએયેહેયબી હારેકોય ફાડકે પોવા જોજે, જેથી ચ્યેહેન સોબા યેય, એને માન મીળે, તી ચોટલો બોઅના, હોના કા ઇરા કા મોઅગા ફાડકા ઓહડી સોબા નાંય જોજે.
એને મંડળી સેવાકાહા થેએયોબી માનાપાના લાયકે રા જોજે, દોષ થોવનારી નાંય રા જોજે, બાકી હાચવીન વ્યવહાર કોઅનારી, એને બોદી વાતહેમાય ઈમાનદાર રા જોજે.
યાહાટી ઈ બોજ મહત્વા હેય કા અધ્યક્ષામાય યા ગુણ રા જોજે, ચ્યામાય દોષ નાંય રોય, યોકુજ થેએયે માટડો રા જોજે, પોતાના મન તાબામાંય રાખનારો, હોમાજદાર, માનાપાના લાયકે, ગાવારાહા ચાકરી કોઅનારો, પોરમેહેરા વચન હારેં રીતેકોય હિકાડાંહાટી લાયકે ઓઅરા જોજે.
બાકી તું બોદી વાતહેમાય હાચવીન રો, જી બી દુઃખ વેઠાં પોડે તી સહન કોઇન રો, ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખાહાટી મેઅનાત કોઅતો રો, એને પોરમેહેરા સેવાકા હારકો તી બોદા કોઓ જીં તુલ પ્રભુય કોઅરાહાટી હોપલા હેય.
પોરમેહેર આપહાન હિકાડેહે, કા આપહાય અન્યાય એને દુનિયા વાસનાયો છોડી દેયને પોતાલ કાબુમાય રાખજે, એને યા વર્તમાન દુનિયામાય હોમાજદારીથી, ન્યાયપણા એને હારેં કોય વ્યવહાર કોઅરા જોજે, જો પોરમેહેરાલ ખુશ કોઅહે.
એહેકેન જુવાન્યાહાલબી હિકાડ કા પોતાનાલ કાબુમાય રાખે.
યાહાટી, હારેરીતે વિચાર કોઆ એને પોતાના મોનાલ કાબુમાય રાખા, એને હાચવીન રા એને ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના સમયે તુમહાન મિળનારા તારણાહાટી પુરી-પુરી આશા રાખા, જીં પોરમેહેર તુમહાન પોતાના સદા મોયાથી દેઅરી, જોવે ઈસુ ખ્રિસ્ત હોરગામાઅને, પાછો યા દુનિયામાય યેઅરી.
બોદયે વાતહે છેવાટ તારાત ઓઅનારો હેય, યાહાટી સંયમ ઓઇન પ્રાર્થનાયેહાટી જાગતા રા.
સાવચેત ઓઆ, એને જાગતા રા, કાહાકા તુમહે દુશ્માન સૈતાન તુમહે તાપાસ કોઅતો ફિરતો રોહે એટલે તુમહે નાશ કોઅય દેય, રેકનારા સિંહી વાગા હારકો હેય, તો યા હોદમાય રોહે, કા કાલ ફાડી ખાઉં.
દુષ્ટ આત્માહાય રાજ્ય કોઅનારાહાન એને ચ્યા સેનાલ ચ્યા જાગાવોય યોખઠા કોઅયા, જ્યાલ હિબ્રુ ભાષામાય હર-મગીદોન આખલા જાહે. યાહાટી પ્રભુ ઈસુય આખ્યાં, “ઈ વાત વોનાયા, મા યેયના બાંડા હારકા અચાનક ઓઅરી, ધન્ય હેય જો જાગતો રોહે, એને પોતે ફાડકે હાચવી રાખહે કા તો નાગો નાંય ફિરે, લોક ચ્યા નાગાપણ નાંય દેખે.”
યાહાટી, જાગી જો, એને માયેવોય તો બોરહો મજબુત કોઓ, જાવ લોગુ તોમાય વાયજ બોરહો બચલો હેય, જેથી ઓ પુરીરીતે પારવાય નાંય જાય. આંય તું કાય કોઅતોહો તી જાંઅતાહાંવ કા તોમાય બોજ કમીપણા હેય, કાહાકા તું જીં કોઅય રિયહો પોરમેહેર ચ્યાકોય ખુશ નાંય હેય.