1 પિતરનો પત્ર 1:21 - ગામીત નોવો કરાર21 ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય. အခန်းကိုကြည့်ပါ။ |
હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.
આપે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહા પોરમેહેરા ધન્યવાદ ઓએ, જ્યાંય આમે પ્રતિ પોતાની મોઠી દયાથી આમહાન યોક નોવા જીવન દેનહા. કાહાકા ચ્યાય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને ચ્યાય આમહાન બોજ પુરા બોરહાહાતે જીવાહાટી લાયકે બોનાડયાહા, એટલે ઈ કા આમા ચ્યે વસ્તુહુલ મેળવા પુરી આશા રાખજે, જીં ચ્યાય આમહાન દેયના વાયદો કોઅયોહો.