6 આપા પોરમેહેરા હેજે, જીં કાદાં પોરમેહેરાલ જાંઅહે, તી આમહે વાત વોનાયેહે, જીં કાદાં પોરમેહેરાલ નાંય જાંઆય, તી આમહે વાત નાંય વોનાય, યા નુસાર આમા હાચ્ચાં બોલનારા આત્મા એને જુઠા બોલનારા આત્માલ પારખી લેજેહે.
મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંએ, તેહેકેન પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંએ, એને જ્યા લોકહાન આંય, પોહો નિવડે, ચ્યા લોક આબહાલ જાઅરી.”
એને મા આજુ બીજે ગેટેં હેતેં, ચ્યે યા ગોઠામાઅને નાંય હેતેં, મા ચ્યાહાનબી લેય યેયના જરુરી હેય, ચ્યે મા આવાજ વોળખી, તોવે યોકુજ ટોળો એને યોકુજ ગોવાળ રોય.
જેહેકેન મા ગેટેં આસલી ગોવાળા આવાજ વોળાખતેહે, તેહેકેનુજ મા લોક મા વાતે વોય ધ્યાન દેતહા, આંય ચ્યાહાન વોળાખતાહુ, એને ચ્યા મા શિષ્ય બોની ગીઅલા હેય.
ચ્યાહાહાટી મેંડવાળ્યો બાઅણા ઉગાડેહે, એને ગેટેં ચ્યા આવાજ વોળાખતેહે, એને તો ચ્યા ગેટાહાન નાંવે કોઇન હાત કોઅહે એને ચ્યાહાન બાઆ લેય જાહે.
આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જ્યાલ માયે દોવાડયોહો ચ્યાલ જો માની લેહે, તો હાચ્ચાંજ મા માની લેહે, જો કાદો મા માની લેહે, તો હાચ્ચાંજ પોરમેહેરાબી માની લેહે જ્યાંય માન દોવાડયોહો.”
તો તી આત્મા હેય, જીં પોરમેહેરાબારામાય હાચ્ચાં પ્રગટ કોઅહે, જ્યાલ દુનિયા લોક સ્વીકાર નાંય કોઅય હોકે, કાહાકા દુનિયા લોક નાંય ચ્ચાલ એઇ હોકે નાંય ચ્ચાલ જાંઅતેહે, બાકી તુમા ચ્યાલ જાંઅતેહે, કાહાકા તી તુમહેઆરે રોહે, એને તો તુમહેમાય રોય.
આંય આબાઇહીને તુમહેહાટી યોક મોદાત્યો દોવાડીહી, તો આત્મા હેય, જીં આબહા પાઅને યેહે, એને જીં હાચ્ચાં હેય તી પ્રગટ કોઅહે, જોવે તો યી, તોવે તો તુમહાન મા બારામાય આખરી.
બાકી જોવે તો હાચ્ચાં આત્મા યી, તોવે તો તુમહાન પોરમેહેરાબારામાય જીં હાચ્ચાં હેય તી હોમજાડી, કાહાકા તો પોતા ઓદિકારા કોઇન નાંય આખી, બાકી જીં પોરમેહેરાપાઅને વોનાયી, તીંજ આખી, એને આગલા ઓઅનાર્યો વાતો તુમહાન આખી.
પિલાત રાજાય આખ્યાં, “તોવે તું રાજા હેતો કા?” ઈસુવે જવાબ દેનો, “આંય રાજા હેતાઉ, એહેકેન તું આખતોહો, મા જન્મો લેયના એને દુનિયામાય યેયના કારણ હેય, કા હાચ્ચાયે બારામાય હિકાડી હોકુ, જ્યેં હાચ્ચાં પાળતેહે ચ્યે મા વાત વોનાતેહે.”
તોવે ઈસુવે પાછા ચ્યાહાન આખ્યાં, “તુમહાન શાંતી મીળે. જેહેકેન આબહે માન દુનિયામાય દોવાડયો તેહેકેન આંય તુમહાન દુનિયામાય દોવાડતાહું.”
ચ્યાહાય ચ્યાલ પુછ્યાં, “તો આબહો કેછ હેય?” ઈસુવે જાવાબ દેનો, “નાંય તુમા માન વોળખે એને નાંય મા આબહાલ, જો તુમા માન વોળખે તોવે મા આબહાલ બી વોળાખતા.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા યા દુનિયામાય પૈદા ઓઅયાહા, બાકી આંય હોરગામાઅને યેનહો, તુમા દુનિયા હેતા, આંય દુનિયા નાંય હેય.
આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, એને માન પ્રેષિત ઓરાહાટી પોરમેહેરાય પોસંદ કોઅલો હેય, એને પોરમેહેરાય ચ્યા હારી ખોબાર આખાહાટી માન નિવાડલો હેય.
જેહેકોય યશાયા ભવિષ્યવક્તાકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પોરમેહેરાય આજ્યા દિહી લોગુ ચ્યાહા મોન કોઠાણ બોનાવી દેનલા હેય, એને ચ્યાહાન ઓહડા ડોળા દેના કા જ્યા નાંય દેખી હોકે, એને ઓહડા કાન દેના જ્યા વોનાયને હોમજી નાંય હોકે.”
જીં માઅહું પોતાનાલ ભવિષ્યવક્તો કા પવિત્ર આત્મા વરદાનાહા કોય બોઆલા હોમજે, તે તી ઈ જાંઆય લેય, કા જ્યો વાતો આંય તુમહાન લોખહુ, ચ્યો પ્રભુ આગનાયો હેય.
તુમા કેવળ જીં હામ્મે હેય, ચ્યા ચ્યે વાતહેલુજ એઅતાહા. ઓહડયે જો કાદાલ પોતાના બારામાય ઓ બોરહો હેય કા આંય ખ્રિસ્તા હેય તે ઇબી જાંઆય લા કા જેહેકેન તો ખ્રિસ્તા હેય, તેહેકોયનુજ આમા બી ખ્રિસ્તા હેય.
એને જ્યેં માઅહે પોરમેહેરાલ નાંય જાંએત, એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેવોય બોરહો નાંય કોએત, તો ચ્યાહાન સજા દેઅરી.
બાકી પવિત્ર આત્મા ચોખ્ખી વાત આખહે, કા છેલ્લા દિહીહયામાય કોલહેક માઅહે ખ્રિસ્તા હિકાડનાલ નાંય માની, એને બુતા હિકાડનાલ માની, એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના છોડી દેઅરી.
મા ઉદેશ્ય ઓ હેય, તુમા ચ્યા વચનાહાલ યાદ રાખે જ્યા ઘોષણા પેલ્લાર્યા પવિત્ર ભવિષ્યવક્તાહાય કોઅલી આતી, એને ઈ કા તુમા ચ્યા આદેશાહાલબી યાદ રાખા જો આમહે પ્રભુ એને તારણારા પાઅને યેનહા. તુમહાય ચ્યા આગનાયો આમહે થી એટલે પ્રેષિતાહા પાઅને વોનાયાહા, જ્યા તુમહેપાય ખોબાર લેય યેનલા આતા.
ઓ પ્રિયાહાય, ગોમે ચ્યા આત્માહાવોય બોરહો નાંય કોઅના જો પવિત્ર આત્માકોય બોલના દાવો કોઅહે, બાકી આત્માહાન પારખા, કા ચ્યે પોરમેહેરાપાઅને હેય કા નાંય, કાહાકા બોજ જુઠા ભવિષ્યવક્તા દુનિયામાય હેય.
ઓ પ્રિય પાહાહાય, તુમા પોરમેહેરા લોક હેય એને તુમહાય ચ્ચા જુઠા ભવિષ્યવક્તા વોય જીત મેળાવલી હેય, કાહાકા જો તુમહામાય હેય, તો સૈતાન કોઅતો મોઠો હેય, તો યા દુનિયામાય રોહે.
જ્યેં બીજહાવોય પ્રેમ નાંય કોઅય, ચ્યે પોરમેહેરાલ નાંય જાંઆય, કાહાકા પોરમેહેર પ્રેમ હેય.
આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.
બાકી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, તુમા ચ્યે વાતહેલ યાદ રાખા, જ્યા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નિવાડલા પ્રેષિત બોજ પેલ્લા આખી ચુક્યાહા.