5 ચ્યા જુઠા ભવિષ્યવક્તા દુનિયાના હેય, યાહાટી ચ્યા દુનિયા વાત આખતાહા, એને દુનિયા લોક ચ્યાહા વોનાતાહા.
“માલિકાય ચ્યા અન્યાયી કારબાર્યાલ આખ્યાં, તુયે બોજ હુશારી કોઇ કામ કોઅલા હેય, એહકોયજ યા દુનિયા લોક ચ્યાહા સોમાયા લોકહાઆરે વ્યવહારા માય, ઉજવાડા લોકહા કોઅતા બોજ ચતુર હેય.
માયે તો સંદેશ ચ્ચાહા લોગુ પોઅચાડી દેનહો, એને દુનિયા લોકહાય ચ્યાલ આડાઇ કોઅઇ, કાહાકા જેહેકોય આંય દુનિયા નાંય, તેહેકેન ચ્ચે બી દુનિયા નાંય હેય.
જેહેકોય આંય દુનિયા નાંય, તેહેકેન ચ્ચે બી દુનિયા નાંય હેય.
“જો હોરગામાઅને યેહે, તો બોદહા કોઅતો મહાન હેય, જો દોરત્યેવોયને યેહે તો દોરત્યેવોયને હેય એને દોરતીજ વાતો કોઅહે, એને જો હોરગામાઅને યેહે તો બોદહા ઉચે હેય.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા યા દુનિયામાય પૈદા ઓઅયાહા, બાકી આંય હોરગામાઅને યેનહો, તુમા દુનિયા હેતા, આંય દુનિયા નાંય હેય.
કાહાકા ઓહડા દિહી યેનારા હેય, તોદિહી લોક હાચ્ચાં શિક્ષણ નાંય વોનાયા માગી, બાકી ચ્યા ચ્યાહા ઇચ્છા પુરી કોઅરી, એને ચ્યે બોજ બોદા શિક્ષકાહાન હોદી, જ્યા ચ્યેજ વાતહે પ્રચાર કોઅરી જ્યો ચ્યે વોનાયા માગતેહે.
ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.