21 યાહાટી આમહાન ચ્ચાથી ઈ આગના મીળહી, જો કાદો પોરમેહેરાવોય પ્રેમ કોઅહે, ચ્યાલ વિસ્વાસી બાહાવોય બી પ્રેમ કોઅરા જોજે.
તુમા વોનાય ગીઇલે હેય કા, નિયમશાસ્ત્ર માય કાય લોખલાં હેય, તુમા બીજહા આરે પ્રેમ કોઅજા, એને તુમહે દુશ્માન વોય દુશ્માની કોઅજા.
ચ્યે જાવાબ દેનો “ચ્યાવોય જ્યેં દયા કોઅયી તો બાહા” ઈસુવે ચ્યાલ આખ્યાં, “તોવે જો, તું હોગો યેજપરમાણે કોઅજે.”
મા આગના ઈ હેય કા જેહેકોય માયે તુમહાવોય પ્રેમ કોઅયાહાં, ચ્ચે રીતે તુમાબી યોક બિજાવોય પ્રેમ કોઆ.
કાહાકા બોદા મૂસા નિયમાહા હેતુ કેવળ યોકુજ વાતમાય દોબલા હેય, “તું પોતાવોય જોહોડો પ્રેમ રાખતોહો, તોહોડોજ પ્રેમ બીજહાવોયબી રાખ.”
જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.
યોકબીજા વિસ્વાસીવોય પ્રેમ રાખના બારામાય તુમહાન લોખના ગોરાજ નાંય હેય, કાહાકા યોકબીજાવોય પ્રેમ કોઅના તુમા પોરમેહેરા પાયને હિક્યાહા.
સેલ્લે, આંય તુમા બોદહાન ઈ આખા માગહુ, કા એકતામાય રા, યોકબીજા કાળજી કોઆ, યોકબીજાઆરે બાહા-બોઅહી હારકો પ્રેમ કોઆ, યોકબીજાહાટી માયાળુ બોના, એને યોકબીજાઆરે નમ્ર બોના.
બોદહાથી મહત્વા વાત ઈ હેય કા યોક બિજાવોય વોદારે પ્રેમ કોઆ, કાહાકા જો તુમા લોકહાવોય પ્રેમ કોઅહા તે તુમા કાયામ કોઅહાબી ગલત કામાલ માફી દાંહાટી તિયાર રાહા જ્યો ચ્યાહાય કોઅયોહો.
ઓ પ્રિયાહાય, આંય તુમહાન યોકદી નોવી આગના નાંય લોખું, બાકી તીજ જુની આગના જીં પેલ્લેથીજ તુમહાન મિળલી હેય, ઈ જુની આગના તી વચન હેય, જ્યાથી તુમા વોનાલે હેય જોવે તુમાહાય ઈસુવોય બોરહો કોઅયો.
જીં હારી ખોબાર તુમા પેલ્લેથીજ વોનાયાહા, તી ઈ હેય કા આપા યોક બિજાવોય પ્રેમ કોઆ જોજે.
આપા જાંઅજેહે, કા આપહે મોરણા શક્ત્યે માઅને છુટકો ઓઈ ગીયહો એને આમી આપહાપાય અનંતજીવન હેય. કાહાકા આપા બાહાહાવોય પ્રેમ કોઅજેહે, જ્યા પ્રેમ નાંય કોએત, ચ્ચા મોરણા બંધનમાય હેય.
ઓ મા પ્રિય પોહાહાય, આપા શબ્દ એને વાતહેકોય નાંય, બાકી કામ એને હાચ્ચાઇથી પ્રેમ કોએ.
એને ચ્ચા આગના ઈ હેય કા આમા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તા નાવામાય બોરહો કોઅજે, એને જેહેકોય ચ્યાય આપહાન આગના દેનહી ચ્ચે રીતેકોય આપા યોકબિજાલ પ્રેમ કોઅજે.
ઓ પ્રિયાહાય, જોવે પોરમેહેરાય આમહે આરે ઓલો પ્રેમ કોઅયો, તે આપહાનબી યોક-બીજાહાવ એહેકોય પ્રેમ કોઅરા જોજે.