16 આમહાય પ્રેમ યાકોય જાંઅયા, કા ઈસુ ખ્રિસ્તે આમહેહાટી પોતાનો જીવ દેય દેનો, યાહાટી આમહાનબી આપહે બાહાહાટી પોતે જીવ દાં જોજે.
જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
હારો ગોવાળ આંય હેતાઉ. હારો ગોવાળ ચ્યા ગેટહા હાટી જીવ દેહે.
જેહેકેન આબહો માન જાંઅહે એને આંય આબહાલ જાંઅતાહાંવ, એને મા ગેટહા હાટી આંય મા જીવ દેતહાવ.
આંય તુમહાન યોક નોવી આગના દેતહાવ, કા તુમા યોક બીજહાવોય પ્રેમ કોઆ જેહેકેન માયે તુમહાવોય પ્રેમ કોઅયા, તેહેકેન તુમા યોક બીજહાન પ્રેમ કોઆ.
“પોરમેહેરે દુનિયા લોકહાવોય ઓહડા મહાન પ્રેમ કોઅયા, યા લીદે ચ્યા યોકને-યોક પોહાલ બલિદાન કોઇ દેનો, યાહાટી કા જીં કાદાં માઅહું ચ્ચાવોય બોરહો કોઅહે, ચ્યા નાશ નાંય ઓઅય, બાકી ચ્યાલ અનંતજીવન મીળે.
યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.
ચ્યાહાય મા જીવ બોચાવાહાટી ચ્યાહા જીવ મુશીબાતમાય ટાકી દેનલો, યાહાટી કેવળ આંયજ નાંય, બાકી ગેર યહૂદી મંડળીબી ચ્યાહા ધન્યવાદ કોઅહે.
બાકી પોરમેહેર ચ્યા પ્રેમ એને ભલાઈ યે રીતેથી પ્રગટ કોઅહે કા જોવે આપા પાપી આતેં તોવે ખ્રિસ્ત આપેહાટી મોઅયો.
યાહાટી આમા મોરણા આથામાય રોજહે, બાકી યા પરિણામ તુમહેહાટી અનંતજીવન ઓઅયાહા.
તુમા યોક બિજાવોય પ્રેમ કોઆ જેહેકેન ખ્રિસ્તાય આપહાવોય પ્રેમ કોઅયા, એને સુગંધિત બેટ એને બલિદાના હારકા પોરમેહેરાલ પોતાના જીવનાલ સમર્પિત કોઅયા.
ઓ માટડાહાંય, તુમા પોત-પોતાના થેએયેહેન પ્રેમ કોઆ, જેહેકેન ખ્રિસ્તે ચ્યા મંડળીવોય પ્રેમ કોઇન ચ્યેહાટી પોતાનો જીવ દેય દેનો.
જોવે માયે તુમહાન હારી ખોબાર આખી, તે તુમહાય પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો એને ચ્યા સેવાહાટી તુમહે જીવન બલિદાન કોઅય દેના, યાહાટી માન માઆઇ બી ટાકે તેરુંબી આંય તુમહે બોદહાઆરે ખુશ હેતાંવ એને ખુશ રોહીં.
કાહાકા તો ખ્રિસ્તા કામાહાટી ચ્યા જીવ બી ધોકામાય ટાકીન મોઅતા-મોઅતા વાચાય ગીયો, જેથી તો તુમહેકોય રોય ગીઅલી સેવા મા આરે રોયન પુરી કોએ.
તુમહેહાટી આમહે કળવળા એને બોજ પ્રેમા લીદે તુમહાન પોરમેહેરા હારી ખોબાર દાં ઓલહાંજ નાંય બાકી આમહે જીવ બી દાં આતા.
એને આપહે મહાન પોરમેહેર એને તારણારો ખ્રિસ્ત ઈસુ મહિમા પ્રગટ ઓઅના ખુશી આશા વાટ જોવજેહે.
તુમા જાંઅતાહા કા વિતી ગીઅલા સમાયમાય તુમા યોક નોકામ્યા જીવન જીવતા આતા, યોક ઓહડો તરીકો જો તુમહે વડીલાહાથી દેનલો આતો, બાકી તુમહાન ચ્યા નોકામ્યા જીવનથી છોડવી લેદલા ગીયા. તુમહાલ હોના કા ચાંદી જોહડી નાશ ઓઅય જાનારી વસ્તુહુથી નાંય વેચાતાં લેદહા,
તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.
આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.
જીં કાદાં એહેકોય આખહે, કા આંય ચ્યામાય જોડાય રોહુ, ચ્યાલ પોતેબી એહેકેન રા જોજે, જેહેકેન ઈસુ ખ્રિસ્ત રોતો આતો.
જો કાદો એહેકોય આખહે, કા આંય ઉજવાડામાય જીવી રિયહો, બાકી વિસ્વાસ્યા બાહા આરે આડાઇ કોઅહે, તો આમી લોગુ આંદારામાય જીવી રિઅલો હેય.
એને ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મીળે, જ્યા વચનાવોય બોરહો કોઅલો જાહે, ઓ તોજ ઈસુ હેય જો મોઅલાહામાઅને પાછો જીવતો ઓઅય ગીયો એને યે દોરતી બોદા રાજહા શાસક હેય. તોજ ઈસુ આપહેવોય પ્રેમ કોઅહે, તો આપહેહાટી મોઅઇ ગીયો એને ચ્યાય આપહે પાપહા ડૉડ રદ્દ કોઅય દેનલો હેય.
એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.