1 કરિંથીઓને 9:25 - ગામીત નોવો કરાર25 જ્યા લોક કુસ્તીમાય ભાગ લેતહેં, ચ્યે પેલ્લા અભ્યાસ કોઅતેહે એને પોતાની ઇચ્છા પુરી કોઅરાહાટી કોશિશ નાંય કોએ, બાકી પોતે તાબામાંય રોતેહેં, ચ્યે યાહાટી એહેકેન કોઅતેહે જેથી જીતી હોકે એને આદર મિળવે, ચ્યાહા આદર કોઅરાહાટી ફુલહા આર પોવતેહે, જીં લાંબા સમયાલોગુ નાંય રોય. બાકી આમા જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યે આદર પામી એને જીં બોરકાત દી તી સાદાહાટી બોની રોય, યાહાટી આપહાન પોતાની ઇચ્છા પુરી કોઅરાહાટી કોશિશ નાંય કોઅરા જોજે. အခန်းကိုကြည့်ပါ။ |
તુમહાય નાંય કેવળ ઈ જાંઅરા જોજે કા હોમાજદારીથી કેહેકેન વેવહાર કોઅના હેય, બાકી તુમહાય પોતે પોતાલ કોબજામાયબી રાખાં જોજે, એને તુમહાય નાંય કેવળ પોતે પોતાલ કોબજામાયબી રાખાં જોજે, એટલે તુમહાય મુશીબાતમાય ધીરજબી રાખાં જોજે, એને તુમહાય નાંય કેવળ ધીરજ રાખાં જોજે, બાકી તુમહાય ઓહડયે રીતેથી જીવાબી જોજે, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે.
તુલ જીં દુઃખ યેનારાં હેય ચ્યા લેદે તું ગાબરાય મા જાહે, સૈતાન તુમહામાઅને કોલાહાક જાંઅહાન જેલેમાય કોંડાડી દી, જેથી તુમહે પરીક્ષા કોઅય હોકે, દોહો દિહી લોગુ તુમહાન બોજ આબદા પોડી. બાકી માયેવોય બોરહો કોઅના કોયદિહી નાંય છોડના, ભલે તુમહાન મોઅરા બી પોડે, કાહાકા આંય તુમહાન તુમહે જીત નો પ્રતિફળા રુપામાય અનંતજીવન દિહી.