23 તુમહાન પોરમેહેરાય કિંમાત ચુકાડીન વેચાતાં લેદલા હેય, તે માઅહા ગુલામ નાંય બોનના, બાકી પોરમેહેરા ગુલામ બોના.
કાદાબી માઅહું યોકાજ સમયે બેન દોણહ્યા ચાકરી નાંય કોએ, કાહાકા તો યોકા વિરુદ કોઅરી ને બિજાલ પ્રેમ કોઅરી, નાયતે યોકા આરે હારો ચાલી, એને બિજા આરે નાંય હારો ચાલી, તુમા પોરમેહેરા એને મિલકાત યા બેન્યાહા ચાકરી આરેજ નાંય કોઅઇ હોકે.
યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.
કાહાકા પોરમેહેરાય તુમહાન કિંમાત ચુકાડીન વેચાતે લેદલે હેય, યાહાટી તુમહે શરીરાકોય પોરમેહેરા મહિમા કોઆ.
તાં બો બોદા ખ્રિસ્તી યહૂદી લોક આતા જ્યા પોતે બોચાંહાટી કેવળ ઈસુવોય બોરહો નાંય કોએત બાકી યહૂદી નિયમબી પાળતે આતેં, ચ્યે ગુપ્ત રીતીકોય આમહે ટોળામાય યેને આપહે તારણારા ઈસુ ખ્રિસ્તામાય જી આઝાદી હેય, ચ્યેલ નાશ કોઅરા કોશિશ કોઅય રીઅલે આતેં, જ્યેથી ચ્યે આમહાન યહૂદી નિયમાહા ગુલામ બોનાડી હોકે.
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.
એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.