19 તુમા નોક્કીજ જાંઅતેહે કા તુમહે શરીર દેવાળા હેય જ્યામાય પવિત્ર આત્મા રોહે, એને પવિત્ર આત્મા જીં તુમહાન પોરમેહેરા પાયને મિળલા હેય, તી તુમહામાય વોહતી કોઅહે, એને તુમા પોરમેહેરા હેય.
બાકી ઈસુ ચ્યા શરીરાલ દેવાળા રુપામાય વાત કોઇ રિઅલો આતો.
બાકી જો પોરમેહેરા પવિત્ર આત્મા તુમહેમાય વાસ કોઅહે, તે તુમા પાપી સ્વભાવાનુસાર નાંય જીવે, બાકી પવિત્ર આત્માનુસાર જીવન જીવતેહે. જો કાદામાય પવિત્ર આત્મા નાંય હેય, તોવે તીં માઅહું ખ્રિસ્તા નાંય હેય.
તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે.
માન બોદાંજ ખાઅના પોરવાનગી હેય, એને ખાઅના શરીરાહાટી હેય, ઈ હાચ્ચાં હેય બાકી પોરમેહેર શરીર એને ખાઅના બેનહ્યાલ નાશ કોઅરી, આપહે શરીર વ્યબિચારાહાટી નાંય હેય, બાકી આપહે શરીર પ્રભુહાટી હેય, એને પ્રભુ સેવા કોઅરાહાટી બોનલા હેય.
તુમા નોક્કી જાંઅતેહે કા આપા હોરગ્યા દૂતહા ન્યાય કોઅહુ, તે તુમા દુનિયામાય જીવના વાતહેબારામાય ન્યાય કોઅય હોકતેહેં.
એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.
પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
કાય તુમા ઈ વિચાર તે નાંય કોઅય રીયાહા કા પવિત્રશાસ્ત્રા ઈ વચન મતલબ વગર હેય: “તી આત્મા, જ્યાલ ચ્ચાય આમહે માજે બોહાડલાં હેય, મોઠી ઇચ્છાકોય આમહેહાટી ફિકાર કોઅહે”?
એને જ્યેં રીતે લોક દોગડાહા થી ગુઉ બોનાડતેહે, ચ્યે રીતે પોરમેહેર તુમહાન યોકહાતે યોકા ટોળામાય જોડી રિયહો જ્યામાય પોરમેહેરા આત્મા રોહે, એટલે જીં ઈસુ ખ્રિસ્તાય આમેહાટી કોઅયા, ચ્યાથી તુમા ચ્યા યાજકાહા હારકા જ્યા બલિદાન ચોડાવતાહા, ઓહડે કામે કોઆ જ્યેં પોરમેહેરાલ પ્રસન્ન કોઅતેહે.