13 કાહાકા અવિસ્વાસી લોકહા પારાખ તે પોરમેહેર કોઅહે, બાકી જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “ઓહડે ખારાબ કામે કોઅનારાહાન તુમહે મંડળી માઅને કાડી ટાકી દા.”
જોવે તો ચ્યાહાબી નાંય પાળે, તોવે મંડળ્યેલ આખી દે, બાકી જોવે તો મંડળીબી નાંય પાળે, તોવે તુમા ચ્યાઆરે એહેકેન વેવહાર કોઅજા જેહેકોય ગેર યહૂદી એને કર લેનારા આરે કોઅહા.
કાહાકા ચ્યાય યોક દિહી નોક્કી ઠોરવ્યોહો, ચ્યામાય તો આખા દુનિયા ન્યાય કોઅરી, પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદા લોકહાન યે વાતે સાબિતી દેય દેનહી.
જ્યેં દિહી પોરમેહેર ન્યાય કોઅરી તો દિહી આંય જીં હારી ખોબારે પ્રચાર કોઅહુ ચ્યાનુસાર ઈસુ ખ્રિસ્તાકોય માઅહા ગુપ્ત વિચારાહા ન્યાય કોઅરી.
આંય લોકહાન એહેકેન આખતા વોનાયોહો, કા તુમહે મંડળીમાય તુમહેમાઅને કોલહાક લોક વ્યબિચાર કોઅતાહા, બાકી ઓહડા વ્યબિચાર અવિસ્વાસી લોકબી નાંય કોએ, કા યોક માઅહું પોતેજ આબહા બીજી થેઅયેલ દોનારી બોનાડેહે.
એને તુમહાન યે વાતે લીદે દુઃખી બોના જોજે, એને ઓહડા માઅહાન મંડળી સંગતી માઅને કાડી ટાકી દાં જોજે, બાકી તુમા તે આજુ વોદારે અભિમાન કોઅતાહા.
ચ્યા માઅહા શરીર સૈતાના તાબામાંય કોઅય દેજે, જેથી ચ્યા શરીરા નાશ ઓએ બાકી પ્રભુ પાછા યેઅના દિહે ચ્યા આત્મા તારણ પામે.
તુમા જુનો ખમીર કાડી ટાકીન પોતાનાલ શુદ્ધ કોઆ, જેથી નોવો લોંદો બોની જાં, જેહેકોય કા તુમા અખમીર બાખે ઓઆ, કાહાકા આમહે બી પાસ્કા સણા ગેટા એટલે ખ્રિસ્ત આપહેહાટી બલિદાન ઓઅય ચુકલો હેય.
વોરાડાલ માન દા, એને વોરાડામાય યોકબીજાવોય ઈમાનદાર રોય, કાહાકા પોરમેહેર વ્યેબીચાર્યાહા, એને ખારાબ કામ કોઅનારા લોકહા ન્યાય કોઅરી.
યે બોદે કામે જ્યેં પોરમેહેરે અતીતમાય કોઅયે, ચ્યે આમહાન ઈ દેખાડતેહેં કા જ્યા લોક આત્મિક જીવન જીવતેહે, જોવે ચ્યે મુશીબાતમાય રોતેહેં, તે પોરમેહેર નોકીજ રુપે ચ્યાહાન હાંબાળી રાખરી, એને આમા ઇબી નોક્કી કોઅય હોકજેહે કા તો ખારાબ લોકહાન ન્યાયા દિહા લોગુ સજા દાંહાટી રાખી થોવના જાંઅહે.