કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે.