4 યાહાટી જોવે કાદો યોક આખહે, “આંય પાઉલા હેતાઉ,” એને બિજો આખહે, “આંય અપુલ્લોસા હેતાંવ” તે કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય હેય?
મા આખના મોતલાબ ઈ હેય કા, તુમહેમાઅને કાદો આખહે કા, “આંય પાઉલા શિષ્ય હેય,” તે કાદો “અપુલ્લોસા,” તે કાદો “કેફા” તે કાદો આખહે કા “આંય ખ્રિસ્તા શિષ્ય હેતાંવ.”
કાહાકા તુમા આમી લોગુ અવિસ્વાસ્યા લોકહા હારકે રોતેહેં, યાહાટી જોવે તુમહામાય ઈર્ષ્યા એને જગડો હેય, તે કાય તુમા અવિસ્વાસ્યા હારકા નાંય હેય? એને કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય જીવી રીયહે?
ઓ વિસ્વાસી બાહાહાય, માયે યે વાતહેમાય તુમહેહાટી મા એને અપુલ્લોસા દાખલા રુપામાય આખહી, પવિત્રશાસ્ત્રમાય જીં લોખલાં હેય ચ્યા કોઅતા આગલા નાંય જાંહાટી તુમહાન આમહેપાઅને હિકાં જોજે, જેથી તુમા યોકા આગેવાના તુલના કોઇન ઘમંડ નાંય કોઅહા.
ઓ વિસ્વાસી બાહાહાય, આંય તુમહાન જાણ કોઅય દેતહાવ, કા જી હારી ખોબાર માયે તુમહાન આખલી હેય, તી લોકહાય નાંય બોનાડીહી.